<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

નરેન્‍દ્રભાઈ દિલ્‍હી જતા પહેલા સુરતમાં બિહારના વતનીઓને મળશેઃ સાંજે ૪ વાગ્‍યે ૧૦ થી ૧૫ હજાર બિહારના લોકો સ્‍વાગતમાં જોડાશે

 

સુરતઃ વડાપ્રભાન નેરન્‍દ્રભાઈ મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. સુરત એરપોર્ટથી હેલીકોપ્‍ટરમાં અંત્રોલી પહોંચ્‍યા હતા. અહીં તેમણે બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્‍ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. બાદમાં અહીંથી બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી માટે નર્મદા જીલ્લાના ડેડિયાપાડા જશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. પીએમ સુરત એરપોર્ટથી હેલીકોપ્‍ટરમાં અંત્રોલી પહોંચ્‍યા હતા. અહીં તેમને બુલેટ ટ્રેન માટેના સ્‍ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરશે. બાદમાં અહીંથી બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડેડિયનણનડન જઈ રહ્યા છે. આ પ્રસંગે તેઓ રૂ.૯૭૦૦ કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્‍ટસનું ઉદ્ધાટન અને શિલાયન્‍સ તેમજ સભાને સંબોધન પણ કરી રહ્યા છે. નરેન્‍દ્રભાઈ લગભગ ૧૨:૪૫ વાગ્‍યે નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પ્રાર્થના કરશે અને દર્શન કરશે. ત્‍યારબાદ બપોરે લગભગ ૨:૪૫ વાગ્‍યે તેઓ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લેશે અને ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્‍મજયંતિ ઉજવણીમાં ભાગ લેશે

(1:04 PM IST)