તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 15th November 2025
પીએમ સુરતમાં: બુલેટ ટ્રેન પ્રોજેકટની સમીક્ષા
વડાપ્રધાન આજે ગુજરાતને આપી રહયા છે રૂા.૯૭૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ : દેવમોગરાધામમાં માતાજીનું પૂજન- અર્ચનઃ એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ અંતર્ગત નાટય પ્રસ્તુતિ કાર્યક્રમ

અમદાવાદ તા.૧૫: ડેડિયાપાડા ખાતે આયોજન, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે તેઓના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માતાજીના દર્શન કર્યા હતા. એકતાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત નાટય પ્રસ્તૂતિનું આયોજન કરવામાં આવ્યું છે.
જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઇ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ લીધા હતા. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં તેમનું સ્વાગત કરશે. નર્મદાના ડેડિયાપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારના રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ અપાઇ છે.
ગુજરાતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર તરફથી રૂ.૭૬૬૭ કરોડ અને રાજ્ય સરકાર તરફથી રૂ.૨૧૧૨ કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. આ દિવસે સાંજના સમયે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત એક વિશેષ નાટય પ્રસ્તૂતિનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું જીવંત પ્રસારણ રાજ્યના આદિજાતિ જિલ્લાના ૨૩ તાલુકાઓમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન સભાને સંબોધિત પણ કરશે.
માર્ગ અને મકાન વિભાગઃ મોવી-ડેડિયાપાડા રોડ, અવધા-તુતરખેડ રોડ, બારડોલી-મહુઆ રોડનું ફોર લેનિંગ, વડોદરા-ડભોઇ રોડ પર R.O.B.L.C (રોડ ઓવરબ્રિજ કમ લેવલ ક્રોસિંગ), હાંસપોર અબ્રામા અમલસાડ રોડ પર એરુ ચાર રસ્તા પાસે મેજર બ્રિજનું પુનઃનિર્માણ, નેનપુર હલધરવાસ બાર મુવાડા રોડને પહોળો અને મજબૂત કરવાની કામગીરી, સુરખાય-અનાવલ- ભીનાર રોડ અને સિંધરોટ - શેરખી - કોયલી રોડને ફોર લેન કરવાની કામગીરી.
શહેરી વિકાસ વિભાગઃ વડોદરાના ખાનપુર ખાતે મલ્ટિએક્ટિવિટી સ્પોર્ટ્સ કાપ્રમ્પ્લેક્સનું નિર્માણ, કોયલી ટીપી સ્કિમ ખાતે ભૂગર્ભ ડ્રેનેજ નેટવર્ક, આણંદના ખંભાતમાં પાણી પુરવઠા યોજના અને સુરતમાં મહારાણા પ્રતાપ જંક્શન (લિંબાયત ઝોન) ખાતે ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ.
સ્વાસ્થ્ય વિભાગઃ પંચમહાલના હાલોલમાં ૧૦૦ બેડની ક્ષમતા ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ.
જળ સંસાધન વિભાગઃ વડોદરામાં વાઘોડિયા ખાતે આજવા સરોવર પર બાંધનું નિર્માણ.
માર્ગ અને મકાન વિભાગઃ ડાંગમાં વઘઇ-સાપુતારા રોડ, તાપીમાં રિસર્ફેસ થયેલ ઉચ્છલ-નિઝર રોડ.
પાણી પુરવઠા વિભાગઃ છોટાઉદેપુરમાં હાંદોડ અને રોઝકુવા ખાતે પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગતના કાર્યો.
ગ્રામ વિકાસ વિભાગઃ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૬૧,૧૨૫ આવાસોનું લોકાર્પણ.
શહેરી વિકાસ વિભાગઃ નવસારી મહાનગરપાલિકામાં મોડર્ન ટાઉનહોલ.
રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળતિઓ વિભાગઃ નર્મદામાં સ્માર્ટ ગ્રીન તાલુકા લાઇબ્રેરી.
કેન્દ્ર સરકારના વિકાસકાર્યો
કેન્દ્ર સરકાર તરફથી આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં રૂ.૭૬૬૭ કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે ૪ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને ૬ વિકાસકાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો
રૂ.૩૭૭૭ કરોડના ખર્ચે ૧૯૦ આશ્રમ શાળાઓ, ૫૦ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ૧૪ ટ્રાઇબલ મલ્ટી માર્કેટિંગ કેન્દ્રો અને ૭૪૮ કિ.મી રોડ કનેક્ટિવિટી (૬ કિ.મી બ્રિજ સાથે) પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે
સમગ્ર આદિજાતિ વિસ્તારોમાં પીએમ-જનમન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAJGUA) અંતર્ગત ૦૧ લાખ પાકા આવાસો, ૧૦ હજાર ઘરોમાં નળ કનેક્શન, ૨૨૮ મલ્ટી પર્પઝ સેન્ટર્સ, ૪૨ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, દિબ્રૂગઢ ખાતે આસામ મેડિકલ કોલેજમાં ૧ સેન્ટર ઓફ કમ્પિટન્સ અને મણિપુરમાં ઇમ્ફાલ ખાતે ટ્રાઇબલ રિસર્સ ઇન્સ્ટિટયૂટ માટે વહીવટી કમ તાલીમ બિલ્ડિંગ.
વડાપ્રધાને કહ્યું છે કે, ‘‘ધરતી આબા ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું. પોતાની સંસ્કળતિ, પોતાના દેશ માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો. આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં, આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે. આ કારણે જ હું જ્યારે પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને જોઉં છું ત્યારે મને ધરતી આબા ભગવાન બિરસા મુંડાનો ચહેરો જોવા મળે છે. આપણાં બધા માટે ધરતી આબા ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં એક પરંપરા છે. સદીઓથી તેઓ ભારતના આત્માનો હિસ્સો છે. જે સમયે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે માનવતાનો અવાજ બની રહ્યા હતા, લગભગ તે જ સમયે બિરસા મુંડા ગુલામી વિરૂદ્ધ એક અધ્યાય લખી ચુકયા હતા.

(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
