News of Saturday, 15th November 2025
ઝારખંડમાં મોટી દુર્ઘટના :પોલીસકર્મીઓની કારે કાબૂ ગુમાવતાં ડેમમાં પડી:4 પોલીસકર્મીના મૃતદેહ મળ્યા
ઝારખંડની રાજધાની રાંચીમાં એક દુ:ખદ ઘટના બની: હટિયા ડેમમાં ચાર પોલીસકર્મીઓ ડૂબી ગયા

ઝારખંડની રાજધાની રાંચી (Ranchi)માં આજે સવારે એક દુઃખદ નાખતી ઘટના બની છે. હટિયા ડેમમાં 4 પોલીસકર્મીઓ ડૂબી ગયા છે. જેમાંથી ત્રણ પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક પોલીસકર્મીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. અહેવાલો અનુસાર 4 પોલીસકર્મીઓ એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કારના સ્ટેરિંગ પર ગુમાવી દેતાં ડેમમાં જઈ પડી હતી. જેમાં ચારેય પોલીસકર્મીઓ ડૂબી ગયા.
શનિવારે સવારે 4 પોલીસકર્મીઓ એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસકર્મીઓની કાર હટિયા ડેમ પહોંચી ત્યારે કાર બેકાબૂ થઈ ડેમમાં પડી ગઈ. કાર ડૂબી ગયા બાદ શોધખોળ હાથ ધરાતાં 3 પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા. ચોથા પોલીસકર્મીના પણ મોતની આશંકા છે. જોકે ચોથા પોલીસકર્મીનો મૃતદેહ હજુ સુધી મળી આવ્યો નથી.
જાણકારી અનુસાર 4 પોલીસકર્મીઓમાંથી બે ન્યાયિક અધિકારીના બોડીગાર્ડ હતા અને એક સરકારી ડ્રાઈવર હતો. વાહન ડેમમાં ડૂબી જવાથી ચારેયના મોત થયા હતા. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે મૃતક પોલીસકર્મીઓની ઓળખ ઉપેન્દ્ર કુમાર અને રોબિન કુજુ તરીકે થઈ છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
