News of Saturday, 15th November 2025
પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો
મધ્યપ્રદેશ અને ઉત્તરમધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં લગભગ બેથી ૪ ડિગ્રીના ઘટાડાની સંભાવના: ઉત્તરપશ્ચિમ અને આસપાસના મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની શક્યતા

મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં લગભગ ૪-૭ ડિગ્રીનો ઘટાડો, જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તરમધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં લગભગ બેથી ૪ ડિગ્રીના ઘટાડાની સંભાવના છે. આગામી છથી સાત દિવસમાં ઉત્તરપશ્ચિમ અને આસપાસના મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેરથી લઈને ગંભીર શીતલહેર જોવા મળશે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાતનું તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું અને સામાન્ય કરતાં ૪-૭ ડિગ્રી ઓછું રહેશે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
