<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ભારતીય નૌકાદળની તાકાત વધશે: ડીઆરડીઓએ વિકસાવ્યું દરિયાઈ સુરંગોને નષ્ટ કરતું સ્વદેશી માનવરહિત અંડરવોટર વ્હીકલ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ ભારતીય નૌકાદળ માટે એક નવી પેઢીનું 'મેન-પોર્ટેબલ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ' (એયુવી) સફળતાપૂર્વક વિકસાવ્યું છે. આ અત્યાધુનિક સ્વદેશી ઉપકરણ દરિયાઈ સુરંગોને શોધવા અને તેને નિષ્ક્રિય કરવાના પડકારજનક મિશન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

આ એયુવી વજનમાં હલકું હોવાથી તેને સૈનિકો દ્વારા સરળતાથી ઓપરેટ કરી શકાય છે. તે પાણીની અંદર આપમેળે કામ કરે છે અને દુશ્મનના રડારની પકડમાં આવ્યા વિના ગુપ્ત ઓપરેશન પાર પાડી શકે છે. આ ટેકનોલોજી ભારતીય નૌકાદળના જહાજો અને સબમરીન માટે દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં આ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

(3:26 PM IST)