<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

તાજ હોટેલ્સ ગ્રુપ વેલનેસ ક્ષેત્રે મજબૂત બનશે: આઈએચસીએલ દ્વારા 'આત્મંતન' બ્રાન્ડમાં ૨૪૦ કરોડમાં ૫૧ ટકા હિસ્સો ખરીદાયો

તાજ હોટેલ્સનું સંચાલન કરતી પેરન્ટ કંપની ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (આઈએચસીએલ) એ વેલનેસ સેક્ટરમાં મોટો વિસ્તાર કર્યો છે. કંપનીએ જાણીતી વેલનેસ બ્રાન્ડ 'આત્મંતન' માં ૨૪૦ કરોડ રૂપિયાના મોટા રોકાણ દ્વારા ૫૧ ટકા બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે.

આ સોદાથી આઈએચસીએલની લક્ઝરી હોસ્પિટાલિટીની સાથે વેલનેસ અને હેલ્થ ટુરિઝમના બજારમાં પકડ મજબૂત થશે. 'આત્મંતન' વેલનેસ રીટ્રીટ માટે પ્રખ્યાત છે. કોરોના મહામારી બાદ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધેલી જાગૃતિને ધ્યાનમાં રાખીને તાજ ગ્રુપ આ નવા ક્ષેત્રમાં મોટો દાવ ખેલી રહ્યું છે. આ રોકાણનો ઉપયોગ 'આત્મંતન'ની સુવિધાઓના વિસ્તાર અને તેની બ્રાન્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે કરવામાં આવશે.

(3:28 PM IST)