News of Saturday, 15th November 2025
ઘણા લાંબા સમય પછી સોનામાં બંપર ઘટાડો આવ્યો : સાથે ચાંદી પણ સસ્તી થઈ : આટલો મોટો ઘટાડો આવતાં ખરીદારોએ રાહતનો શ્વાસ લીધો
ભારતમાં લગ્નની મોસમ ફરી શરૂ થઈ છે અને સોનાના ભાવમાં ઘટાડો ખરીદદારો માટે આવકારદાયક રાહત : દશેરા અને દિવાળી પછી ભારતીય બજારોમાં ભૌતિક સોનાની ખરીદીમાં ઘટાડો થયો

નવી દિલ્હી તા.૧૫ : 15 નવેમ્બરે સોનામાં બંપર ઘટાડો આવ્યો છે, સાથે ચાંદી પણ સસ્તી થઈ છે. આટલો મોટો ઘટાડો આવતાં ખરીદારોએ રાહતનો શ્વાસ લીધો છે.
શુક્રવારે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો. MCX સોનાના ભાવમાં 2% ઘટાડો થયો. MCX ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર્સ 2.64% અથવા ₹3,351 ઘટીને ₹1,23,400 થયા. MCX ચાંદી પણ 4.27% ઘટીને ₹1,55,530 રહી હતી.
ભાવમાં 6000 રૂપિયાનો ઘટાડો
ગઈકાલે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,24,794 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ દરમિયાન 23 કેરેટ સોનાનો ભાવ 1,24,294 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,14,311 રૂપિયા હતો. ચાંદીનો ભાવ 1,59,367 રૂપિયા પર પહોંચી ગયો હતો. નોંધનીય છે કે 17 ઓક્ટોબરે સોનાનો ભાવ 1,30,874 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ત્યારથી 24 કેરેટ સોનાનો ભાવ 6,000 રૂપિયા ઘટ્યો છે.
ખરીદદારો માટે મોટી રાહત
સોનાના ભાવમાં ઘટાડાથી ખરીદદારોને રાહત મળી છે. ભારતમાં લગ્નની મોસમ ફરી શરૂ થઈ ગઈ છે, અને સોનાના ભાવમાં ઘટાડો ખરીદદારો માટે આવકારદાયક રાહત છે. દશેરા અને દિવાળી પછી, ભારતીય બજારોમાં ભૌતિક સોનાની ખરીદીમાં ઘટાડો થયો હતો.
સોનું હવે નીચે આવી રહ્યું છે. 15 નવેમ્બરે અમદાવાદમાં સોનાના ભાવમાં 1960 રુપિયાનો ઘટાડો આવ્યો છે. આ સાથે સોનું હવે અહીં 1,25,130 ભાવે વેચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ઘટાડો સૌથી મોટો છે. 14 નવેમ્બરે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,27,090 હતો જે 15 નવેમ્બરે ઘટીને 1,25,130 થઈ ગયો હતો.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
