<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ભારત સરકારના દ્વારા જમીન વહીવટ સંબંધિત ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત અનુભવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી પુનઃ સંશોધન દરખાસ્તો

સંસોધન દરખાસ્તો મોકલવા અંગેની માર્ગદર્શિકા, પાત્રતા, અનુદાનની વિગતો તથા અરજી પત્રક વેબસાઈટ પર ઉપલબ્ધ

અમદાવાદ :ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગ (DoLR) દ્વારા જમીન વહીવટ સંબંધિત ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત અનુભવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી પુનઃ સંશોધન દરખાસ્તો (Research Proposals) મંગાવવામાં આવી છે. આ સંસોધન દરખાસ્તો મોકલવા અંગેની માર્ગદર્શિકા, પાત્રતા, અનુદાનની વિગતો તથા અરજી પત્રક DoLRની વેબસાઈટ https://cdolr.gov.in/documents/ ના ડોક્યુમેન્ટ સેક્શનમાં ઉપલબ્ધ છે.

 જમીન વહીવટના નીચે મુજબના વિષયો માટે સંશોધન દરખાસ્તો આમંત્રિત કરવામાં કરેલ
1. Land administration
2. Land policies, laws and regulations
। 3. Monitoring land governance and land tenure security
4. Land aid socio-economic development
5. Land use management
6. Land markets, land value, land transactions
7. Geospatial technology in land governance
8. Innovative land management tools and techniques
જમીન સંસાધન વિભાગ હેઠળ સંસ્થાકીય સંશોધન અનુદાનની દરખાસ્તોનો મુખ્ય હેતુ સંશોધન ક્ષેત્રે કાર્યરત યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. જ્યારે, વ્યક્તિગત સંશોધન અનુદાન દરખાસ્તોનો હેતુ સંસ્થાઓમાં કાર્યરત ફેકલ્ટી સભ્યો, વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યક્તિઓને જમીન સંબંધી વિષયો પર સંશોધન માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. જેથી જમીન સંબંધિત ટેકનોલોજી અને અન્ય સંબંધિત વિષયોમાં જ્ઞાન તથા કાર્યપદ્ધતિનો વિકાસ થઇ શકે.

(6:59 PM IST)