<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ભડકાઉ નિવેદન બદલ કથાકાર આશુતોષની છત્તીસગઢમાં ધરપકડ, સતનામી સમાજ વિરુદ્ધ ટિપ્પણીથી હોબાળો

તેમણે સતનામી સમાજના લોકો પર ગૌ હત્યા કરવાનો આરોપ લગાવતા 'મૂર્ખ' જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો

મધ્યપ્રદેશના જાણીતા કથાવાચક આશુતોષ મહારાજની છત્તીસગઢના બિલાસપુરમાંથી વિવાદિત નિવેદન આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો મુજબ, આશુતોષે બિલાસપુરમાં ચાલી રહેલી તેમની કથા દરમિયાન સતનામી સમાજ વિરુદ્ધ ગંભીર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.
તેમણે સતનામી સમાજના લોકો પર ગૌ હત્યા કરવાનો આરોપ લગાવતા 'મૂર્ખ' જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સતનામી સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કથા સ્થળ પર પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મામલાની ગંભીરતાને જોતાં અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા માટે, બિલાસપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કથા સ્થળેથી જ આશુતોષની ધરપકડ કરી હતી.

(7:08 PM IST)