<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

પ્રતાપગઢમાં ભૌતિકશાસ્ત્રનો શિક્ષક નીકળ્યો ગાંજાનો મોટો તસ્કર: ઘરમાંથી કોથળા ભરીને ૨ કરોડ રૂપિયા રોકડા મળ્યા

શિક્ષકની માતાએ મીડિયા સમક્ષ રડતાં રડતાં દાવો કર્યો હતો કે તેના પુત્રને તેના મોટા ભાઈએ જ ખોટા કેસમાં ફસાવી દીધો

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં એક ભૌતિકશાસ્ત્રના શિક્ષકની ગાંજાની તસ્કરીના આરોપસર ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ શિક્ષક શિક્ષણની આડમાં મોટા પાયે નશાનો કારોબાર ચલાવતો હતો. પોલીસે જ્યારે તેના ઘરે દરોડો પાડ્યો, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ઘરમાંથી કોથળાઓમાં ભરીને રાખેલા ૨ કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત, મોટા પ્રમાણમાં ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
જોકે, ધરપકડ બાદ શિક્ષકની માતાએ મીડિયા સમક્ષ રડતાં રડતાં દાવો કર્યો હતો કે તેના પુત્રને તેના મોટા ભાઈએ જ ખોટા કેસમાં ફસાવી દીધો છે. પોલીસે આ દાવા અંગે પણ તપાસ શરૂ કરી છે અને આ મોટા નેટવર્કના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે

(7:15 PM IST)