News of Saturday, 15th November 2025
પાકિસ્તાનના સંવિધાનનું સંકટ વધુ ઘેરું બન્યું ! લાહોર હાઈકોર્ટના ન્યાયાધીશ શમ્સ મહમૂદ મિર્ઝાએ 27મા બંધારણીય સુધારાના વિરોધમાં રાજીનામું આપ્યું
અગાઉ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો જસ્ટિસ સૈયદ મન્સૂર અલી શાહ અને ન્યાયાધીશ અતહર મિનલ્લાહે પણ રાજીનામું આપ્યું : અને આ જ સુધારાને "બંધારણ અને ન્યાયતંત્ર પર હુમલો" ગણાવ્યો

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ન્યાયતંત્ર અને બંધારણને લગતો મોટો વિવાદ વધતો દેખાય છે. લાહોર હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ શમ્સ મહમૂદ મિર્ઝાએ 27મા બંધારણીય સુધારાના વિરોધમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. અગાઉ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો જસ્ટિસ સૈયદ મન્સૂર અલી શાહ અને ન્યાયાધીશ અતહર મિનલ્લાહે પણ રાજીનામું આપ્યું હતું, અને આ જ સુધારાને "બંધારણ અને ન્યાયતંત્ર પર હુમલો" ગણાવ્યો હતો.
જસ્ટિસ મિર્ઝા માર્ચ 2028 માં નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમણે આ સુધારાને દેશની ન્યાયિક વ્યવસ્થા માટે ખતરનાક ગણાવીને પદ છોડવાનું પસંદ કર્યું. તેમના આ પગલાને પાકિસ્તાનની ન્યાયિક વ્યવસ્થામાં ઐતિહાસિક વળાંક માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ પહેલી વાર છે જ્યારે હાઈકોર્ટના ન્યાયાધીશે સુધારાના વિરોધમાં રાજીનામું આપ્યું છે. પાકિસ્તાનમાં બંધારણીય ફેરફારોને કારણે ચીફ માર્શલ અસીમ મુનીર બંધારણને હડપ કરવાનો પ્રયાસ કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.
આ વિવાદ 27મા બંધારણીય સુધારા પર કેન્દ્રિત છે, જે એક નવી ફેડરલ બંધારણીય અદાલત (FCC) બનાવે છે. આ અદાલત હવે તમામ મુખ્ય બંધારણીય કેસોની સુનાવણી કરશે, જ્યારે દેશની વર્તમાન સુપ્રીમ કોર્ટ સિવિલ અને ફોજદારી બાબતો સુધી મર્યાદિત રહી છે. ન્યાયાધીશો દલીલ કરે છે કે આ સુધારો સુપ્રીમ કોર્ટને "બીજા સ્તરની" અદાલતમાં ઘટાડી દે છે.
ન્યાયાધીશ મન્સૂર અલી શાહે તેમના રાજીનામા પત્રમાં આ સુધારાને "બંધારણ પર ગંભીર હુમલો" ગણાવ્યો છે. તેમના મતે, આ ફેરફાર ન્યાયતંત્રને કારોબારી નિયંત્રણ હેઠળ લાવે છે અને પાકિસ્તાનના લોકશાહી માળખાના પાયાને નબળા પાડે છે.
સુધારામાં બીજી એક વિવાદાસ્પદ જોગવાઈ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને 2030 સુધી ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) તરીકે પદ પર રહેવાની મંજૂરી આપે છે. ટીકાકારો માને છે કે આ લશ્કરની ભૂમિકા અને સત્તાઓને વધુ વિસ્તૃત કરે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ્સ (ICJ) એ પણ આ સુધારાને "ન્યાયિક સ્વતંત્રતા પર સ્પષ્ટ હુમલો" ગણાવ્યો છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
