News of Saturday, 15th November 2025
ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે 'ગરુડ ૨૫' યુદ્ધ અભ્યાસ શરૂ, સુખોઈ જેટ ફ્રાન્સ પહોંચ્યા: આ કવાયત કાલે ૧૬થી ૨૭ સુધી ફ્રાન્સના મોન્ટ-દે-માર્સન એરબેઝ પર યોજાશે

ભારતીય વાયુસેના (આઈએએફ) અને ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ (એફએએસએફ) વચ્ચેના દ્વિપક્ષીય હવાઈ યુદ્ધ અભ્યાસ 'ગરુડ ૨૫' ની આઠમી આવૃત્તિ માટે ભારતીય ટુકડી ફ્રાન્સ પહોંચી ગઈ છે.
આ કવાયત આવતીકાલે ૧૬ નવેમ્બરથી ૨૭ નવેમ્બર દરમિયાન ફ્રાન્સના મોન્ટ-દે-માર્સન એરબેઝ પર યોજાશે.
ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ સુખોઈ-૩૦ એમકેઆઈ લડાકૂ વિમાનોનું સ્ક્વોડ્રન કરી રહ્યું છે, જે ૧૦ નવેમ્બરે ફ્રાન્સ પહોંચ્યું હતું.
આ યુદ્ધ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોની વાયુસેનાઓ વચ્ચેના પરસ્પર તાલમેલને વધારવો અને અત્યાધુનિક યુદ્ધ તકનીકોની આપ-લે કરવાનો છે. આ કવાયત બંને દેશો વચ્ચેની મજબૂત સંરક્ષણ ભાગીદારીનું પ્રતિક છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
