<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો, FEMA કેસમાં EDનું સમન્સ

૧૭ નવેમ્બરે ED સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું : EDને શંકા છે કે આ પ્રોજેક્ટ સાથે સંબંધિત હવાલા વ્યવહારો દ્વારા આશરે ૧૦૦ કરોડ વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી : જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ વર્ચ્યુઅલી હાજર થવાની અરજીને નકારી કાઢી છે. અનિલ અંબાણી શુક્રવાર, ૧૪ નવેમ્બરના રોજ ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ અનિલ અંબાણીને નવું સમન્સ મોકવ્યું છે.

આ અંતર્ગત, અનિલ અંબાણીએ ૧૭ નવેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવું પડશે. ED અનિલ અંબાણી સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું હોવાનું કહેવાય છે. તેમને ૧૪ નવેમ્બરના રોજ દિલ્હીના મુખ્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, આ તપાસ જયપુર રિંગાસ હાઇવે પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. EDને શંકા છે કે આ પ્રોજેક્ટ સાથે સંબંધિત હવાલા વ્યવહારો દ્વારા આશરે ૧૦૦ કરોડ વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એજન્સીએ આ સંદર્ભમાં ઘણા હવાલા ડીલરો અને સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરી છે.

તાજેતરમાં, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અંબાણી અને તેમની કંપનીઓની આશરે ૭,૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ED એ અહેવાલ આપ્યો હતો કે જયપુર-રિંગાસ હાઇવે પ્રોજેક્ટમાં આશરે ૪૦ કરોડની ગેરરીતિઓ મળી આવી હતી, અને હ્લઈસ્છ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

ED એ વધુમાં ખુલાસો કર્યો હતો કે આ નાણાં સુરત સ્થિત શેલ કંપનીઓ દ્વારા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેનાથી ૬૦૦ કરોડથી વધુ મૂલ્યના મોટા આંતરરાષ્ટ્રીય હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

તાજેતરમાં, ED એ અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. રિલાયન્સ પાવર કંપની દ્વારા રૃ.૬૮ કરોડની કથિત છેતરપિંડીવાળી બેંક ગેરંટી અંગે તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ત્રણ ધરપકડ કરવામાં આવી છે.

 

(8:18 PM IST)