તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો: આતંકી ઉમરનું 'હરિયાણાના ફરીદાબાદમાં એક મોબાઈલ ફોનની દુકાનનું સીસીટીવી ફૂટેજ પણ મળ્યું
આતંકી મોડ્યુલની તપાસનો રેલો હવે હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમરની એક નવી તસવીર સામે આવી છે, જેમાં તે ડોક્ટરના વેશમાં ગળામાં સ્ટેથોસ્કોપ પહેરેલો જોવા મળે છે. આ ઉપરાંત, હરિયાણાના ફરીદાબાદમાં એક મોબાઈલ ફોનની દુકાનનું સીસીટીવી ફૂટેજ પણ મળ્યું છે, જેમાં તે હુમલાનું ષડયંત્ર રચતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ આતંકી મોડ્યુલની તપાસનો રેલો હવે હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ-અલગ એફઆઈઆર નોંધી છે. યુનિવર્સિટી પર આતંકી મોડ્યુલને મદદ કરવાનો અને શંકાસ્પદ ગતિવિધિઓમાં સંડોવાયેલા હોવાનો ગંભીર આરોપ છે. અગાઉ પણ આ યુનિવર્સિટી સાથે જોડાયેલા બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
