News of Saturday, 15th November 2025
ભારત-ફ્રાન્સ સંરક્ષણ સંબંધો મજબૂત બનશે: જનરલ અનિલ ચૌહાણ અને જનરલ ફેબિયન મેન્ડોન વચ્ચે યોજાઈ ચર્ચા
બંને લશ્કરી નેતાઓએ ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગના વ્યાપક મુદ્દાઓ પર વાતચીત કરી

ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે બંને દેશોના ટોચના સૈન્ય અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે ફ્રાન્સના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ ફેબિયન મેન્ડોન સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં બંને લશ્કરી નેતાઓએ ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગના વ્યાપક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. ચર્ચાનું મુખ્ય કેન્દ્રબિંદુ બંને દેશોના 'હોરાઇઝન ૨૦૪૭' વિઝનને લાગુ કરવા અને દ્વિપક્ષીય સૈન્ય ભાગીદારીને વધુ ઊંડી બનાવવા પર રહ્યું હતું.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
