<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

પાકિસ્તાનના હૈદરાબાદમાં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં ભયાનક વિસ્ફોટ:6 લોકોના મોત: 23 લોકો ઘાયલ

લતિફાબાદ પોલીસ સ્ટેશનની બી-સેક્શનની હદમાં લઘારી ગોથ નદી કિનારે આવેલી ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી

પાકિસ્તાનના હૈદરાબાદમાં એક ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા છે અને અન્ય 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લતિફાબાદ પોલીસ સ્ટેશનની બી-સેક્શનની હદમાં લઘારી ગોથ નદી કિનારે આવેલી આ ફેક્ટરીમાં આ વિસ્ફોટ થયો હતો, જેના પગલે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ફેક્ટરી એક ઘરમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી.

 

(10:58 PM IST)