<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

જૈસલમેર સરહદે ત્રણેય સેનાઓનો મહા-યુદ્ધાભ્યાસ 'ત્રિશુલ' પૂર્ણ, શું સૂચવે છે ? નરેન્દ્ર ભાઈની મોટી તૈયારી ? કંઈક મોટું થવા જઈ રહ્યું છે ? કાઉન્ટ ડાઉન શરૂ ?

અભ્યાસના ભાગરૂપે, 'અખંડ પ્રહાર' અને 'મરુ જ્વાળા' જેવા મોટા ઓપરેશન: સેનાની નવી રચાયેલી સંકલિત ઓલ-આર્મ્સ બ્રિગેડ 'રુદ્ર'ની ક્ષમતાઓનું પ્રથમ વખત સફળતાપૂર્વક પરીક્ષણ

રાજસ્થાનના જૈસલમેર-બાડમેર રણવિસ્તારમાં પાકિસ્તાન સરહદ નજીક ભારતીય સેનાની ત્રણેય પાંખો (આર્મી, નેવી અને એરફોર્સ) દ્વારા સંચાલિત વિશાળ ત્રિ-સેવા યુદ્ધાભ્યાસ 'ત્રિશુલ' તાજેતરમાં સંપન્ન થયો છે. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ સાધવાનો અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સંયુક્ત ઓપરેશન ચલાવવાની ક્ષમતાને ચકાસવાનો હતો.

દરમિયાન એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ નરેન્દ્ર ભાઈ ની કોઈ મોટી તૈયારીના ભાગરૂપે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હોઈ શકે છે.. કંઈક મોટું થઈ જવા રહ્યાનું અને કાઉન્ટડાઉન શરૂ થયાતા પણ નિર્દેશો અપાયા છે..

આ અભ્યાસના ભાગરૂપે, 'અખંડ પ્રહાર' અને 'મરુ જ્વાળા' જેવા મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ભારતમાં જ નિર્મિત (આત્મનિર્ભર ભારત) શસ્ત્ર પ્રણાલીઓનું જોરદાર પ્રદર્શન કરાયું હતું. આમાં ટી-૯૦ ટેન્ક, બીએમપી-૨, અપાચે હેલિકોપ્ટર, રફાલ અને સુખોઈ-૩૦ લડાકુ વિમાનો, વિવિધ પ્રકારના ડ્રોન અને રોબોટિક ખચ્ચર પણ સામેલ હતા.

આ યુદ્ધાભ્યાસની સૌથી મહત્વની વાત એ હતી કે સેનાની નવી રચાયેલી સંકલિત ઓલ-આર્મ્સ બ્રિગેડ 'રુદ્ર'ની ક્ષમતાઓનું પ્રથમ વખત સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સેનાના દક્ષિણી કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓએ આ સમગ્ર અભ્યાસની સમીક્ષા કરી હતી અને સેનાની ઓપરેશનલ સજ્જતા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. સરહદ નજીક આ મોટા પાયે થયેલા સૈન્ય અભ્યાસને પાડોશી દેશ માટે એક સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે

(11:21 PM IST)