<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ભ્રામક સમાચાર: પશ્ચિમ બંગાળ છોડી જતા ગેરકાયદેસર પ્રવાસીઓનો વાયરલ થયેલો વીડિયો ખોટો; વાસ્તવમાં આ વિડીયો બાંગ્લાદેશના મોંગલા ઘાટનો છે

કોલકત્તા: નાગરિકતા સંબંધિત 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)' ની જાહેરાત બાદ ગેરકાયદેસર પ્રવાસીઓ બંગાળ છોડી રહ્યા હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જોકે, એક ફેક્ટ-ચેક સંસ્થા (બૂમ) એ આ દાવો ખોટો સાબિત કર્યો છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો બાંગ્લાદેશના મોંગલા ઘાટનો છે. ત્યાંના સ્થાનિક પત્રકારે પુષ્ટિ કરી કે આ દૃશ્ય રોજના મુસાફરોનું છે, ખાસ કરીને મહિલા શ્રમિકોનું, જેઓ સવારે ૭:૩૦ વાગ્યે જૂના મોંગલાથી એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (ઇપીઝેડ) માં કામ કરવા માટે ફેરી ઘાટ પર કતારમાં ઊભા હોય છે. 

આ વિડિયોનો ભારતની સરહદ પાર કરવા સાથે કોઈ સંબંધ નથી. પશ્ચિમ બંગાળમાં 'એસઆઈઆર' ની જાહેરાત બાદ નાગરિકતાની સ્થિતિને લઈને એક વર્ગમાં ફેલાયેલા ભયના કારણે આ ભ્રામક વિડિયો ફેલાવવામાં આવ્યો હતો.

તસવીરમાં બાંગ્લાદેશના મોંગલા ઘાટ પર મુસાફરોની લાંબી કતાર દર્શાવતો ફોટો અને તેની બાજુમાં એક સ્થાનિક પત્રકારનો ફોટો.

(10:10 PM IST)