News of Saturday, 15th November 2025
ઉત્તર ભારત ઠંડુગાર, કોલ્ડવેવ: રાજસ્થાનના ફતેહપુરમાં પારો ૫ ડિગ્રી, મધ્યપ્રદેશનું શહડોલ ૭.૨ ડિગ્રી સાથે સૌથી ઠંડુ
આગામી દિવસોમાં પણ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં શીતલહેરની સ્થિતિ યથાવત રહેશે

નવીદિલ્હી: હિમાલયના પહાડો પર થયેલી બરફવર્ષા બાદ ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનોને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારો તીવ્ર શીતલહેરની ઝપેટમાં આવી ગયા છે. નવેમ્બર મહિનામાં જ વિક્રમજનક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો છે, જ્યાં સિકર જિલ્લાના ફતેહપુર શહેરમાં આજે શનિવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન ગગડીને ૫ (પાંચ) ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે આ મોસમનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત સિકરમાં ૫.૪ ડિગ્રી, નાગૌરમાં ૬.૧ ડિગ્રી અને ચુરુમાં ૭.૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
બીજી તરફ, મધ્યપ્રદેશમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. મધ્યપ્રદેશનું શહડોલ (કલ્યાણપુર) ૭.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. રાજ્યના અન્ય મોટા શહેરો જેમ કે ભોપાલમાં ૯.૬ ડિગ્રી અને ઇન્દોરમાં ૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં શીતલહેરની સ્થિતિ યથાવત રહેશે
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
