News of Monday, 17th November 2025
૨૦મી નવેમ્બરે બિહારમાં નવી સરકારનો શપથગ્રહણ કાર્યકમ યોજાઈ શકે!
આજે નીતિશ કુમારના કેબિનેટની છેલ્લી બેઠક મળવાની છે

પટના,તા.૧૭: પટનાના ગાંધી મેદાનમાં આગામી ૨૦મી નવેમ્બરે મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજરી આપી શકે છે. પટના ગાંધી મેદાનમાં આ કાર્યક્રમ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, મુખ્ય પ્રધાન કોણ બનશે તે મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આજે નીતિશ કુમારના કેબિનેટની છેલ્લી બેઠક મળવાની છે. આ દરમિયાન તેઓ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાના છે.
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, બિહારમાં ફરી પણ મુખ્ય પ્રધાનનું પદ નીતિશ કુમારને મળી શકે છે. જો કે, તેની સત્તાવાર પાર્ટી દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી. મળતી જાણકારી પ્રમાણે છેલ્લી કેબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમાર રાજ્યપાલને રાજીનામું આપવાના છે. ત્યારે બાદ નવી સરકાર માટે બેઠક યોજવામાં આવશે અને તેનો પ્રસ્તાવ પણ રજૂ થઈ શકે છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
