<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

અમિતભાઇ શાહ અને જગદીશભાઇ વિશ્વકર્મા ૨૦મીએ ભાવનગરમાં

ભાજપ પ્રદેશ અધ્‍યક્ષના અભિવાદન સમારોહનું આયોજન

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭: આગામી તા. ૨૦ નવેમ્‍બર ૨૦૨૫ ના રોજ ભાવનગર ખાતે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનો ‘અભિવાદન સમારોહ' રાખવામાં આવનાર છે.જેની તૈયારીના આયોજન અંતર્ગત શ્રી અટલબિહારી વાજપેયીજી ઓપન થિયેટર, મોતીબાગ ખાતે શહેર ભાજપ અધ્‍યક્ષ કુમારભાઈ શાહ અને જીલ્લા ભાજપ અધ્‍યક્ષ દિગ્‍વિજયસિંહ ગોહિલની અધ્‍યક્ષતામાં તથા કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્‍થિતિમાં એક અગત્‍યની બેઠક મળી હતી.

જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્‍ય સેજલબેન પંડ્‍યા, મેયર ભરતભાઈ બારડ, પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે, રાજકોટ જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, ધારાસભ્‍યો, પૂર્વ શહેર અધ્‍યક્ષો, પૂર્વ મહામંત્રીઓ, શહેર સંગઠનના પૂર્વ હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા તમામ સેલ, મોરચા અને સમિતિઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.(૨.૫)

(10:45 AM IST)