News of Monday, 17th November 2025
દર્દી સાથે વાત કરવામાં, તેના દુઃખ સમજવામાં રસ ન હોય તો ડોક્ટર ક્યારેય સફળ ના થઇ શકેઃ ડો. અમન પટેલ
ટ્રાન્સ કેથેટર ઍઓર્ટીક વાલ્વ રીપ્લેસમેન્ટ (ટાવર)નું ગુજરાતમાં ઍસ્ટાબ્લીસ્ટ અને હ્લદયના વાલ્વના હાઇ રીસ્ક દર્દી માટે હાઇઍસ્ટ પ્રોસીજર કરતું સેન્ટર છે ઍપેક્સ હાર્ટ હોસ્પીટલ : કન્સલ્ટન્ટ સ્ટ્રક્ચરલ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ટ્રાન્સકેથેટર હાર્ટ વાલ્વ થેરાપીના નિષ્ણાંત અમદાવાદની ઍપેક્સ હાર્ટ હોસ્પીટલના ડો. અમન ટી. પટેલ હ્લદય સાથે ઘરોબો ધરાવતા પરિવારમાંથી આવે છે: તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રા કાર્ડિયોલોજીસ્ટ પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલના પુત્ર છે : * છાતી ચિર્યા વિના હ્લદયના વાલ્વને રીપ્લેસ કરવાનું અઘરૂં કામ, ટ્રાન્સ કેથેટર ઍઓર્ટીક વાલ્વ રીપ્લેસમેન્ટ (ટાવર) તેઓ અદભૂત રીતે સફળતા પૂર્વક કરી રહ્ના છે. * અભ્યાસ દરમિયાન ૧૧ ગોલ્ડ મેડલ મેળવ્યા છે * ૬૫ વર્ષથી વધુ ઉંમરના હ્લદયના વાલ્વના દર્દીઓને ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના હ્લદયના વાલ્વ બદલાવવાની અત્યાર સુધીમાં ૭૦ પ્રોસીજર તથા ઍન્જીયોગ્રાફી અને ઍન્જીયોપ્લાસ્ટી મળી ૧૧૦૦૦ થી વધુ પ્રોસીજર ડો. અમને સફળતા પૂર્વક કરી છે * પિતા પાસેથી રોજ કંઇક ને કંઇક નવું શિખવા મળે છે * હ્લદયની જેમ વાલ્વને સ્વસ્થ રાખવાની કોઇ પ્રોસેસ નથી. વાલ્વ ખરાબ થાય તો તેને બદલવા સિવાય બીજા કોઇ રસ્તો નથી * કસરત અને ટ્રાવેલિંગના જબરા શોખીન છે ડો.અમન અહિ કામની સાથે આશીર્વાદ પણ મળે છે.

રાજકોટ, તા.૧૫ઃ માનવ શરીરમાં જ્યાં સુધી હ્લદય ધબકે છે ત્યાં સુધી જીવન છે. આ દિલના તબીબો તો ઘણા છે પણ દિલમાં આવેલા વાલને વ્હાલ કરતા યુવા તબીબની આજે વાત કરવી છે. ગુજરાતના આ યુવા ડોક્ટરે બતાવ્યું કે નવી ટેક્નોલોજી લોકોના જીવનને સુધારવામાં અને આયુષ્ય વધારવામાં કેવી રીતે મદદ કરી શકે છે. ઍ છે માસ્ટર ઓફ ઇન્ટરનલ મેડિસીન (ઍમ.ડી.), ડોક્ટરેટ ઇન મેડીસીન (કાર્ડિયોલોજી)(ડી.ઍમ), ડોક્ટરેટ ઓફ નેશનલ બોર્ડ ન્યુ દિલ્હી (કાર્ડિયોલોજી), કન્સલ્ટન્ટ સ્ટ્રક્ચરલ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ટ્રાન્સકેથેટર હાર્ટ વાલ્વ થેરાપીના નિષ્ણાંત તબીબ અમદાવાદની ઍપેક્સ હાર્ટ હોસ્પીટલના ડો. અમન ટી. પટેલ. હ્લદય સાથે ઘરોબો ધરાવતા પરિવારના તેઓ પુત્ર છે ઍટલે કે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કાર્ડિયોલોજીસ્ટ પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલના પુત્ર છે. ડો. અમન પટેલનું ફોકસ ઍન્જીયોગ્રાફિ અને ઍન્જીયોપ્લાસ્ટી કરતાં હ્લદયમાં રહેલા વાલ્વની બીમારી પર વધુ છે. તેઓઍ તેમાં મહારત પ્રા કરી છે. છાતી ચિર્યા વિના હ્લદયના વાલ્વને રીપ્લેસ કરવાનું અઘરૂં કામ ટેક્નોલોજી અને સાયન્સની મદદથી તેઅો અદભૂત રીતે સફળતા પૂર્વક કરી રહ્ના છે. અકિલા સાથે ડો. અમન પટેલે હ્લદયના વાલ્વ અને હ્લદય રોગ વિશે ખુલ્લા દિલે વાત કરી હતી.
જેમ ડો. તેજસભાઇ પટેલના પિતાનું સપનું હતું કે તેઓ ડોક્ટર બને અને તે સપનું ડો.તેજસભાઇઍ સાકાર કરી બતાવ્યું ઍજ વાત ડો. અમન પટેલ પર આવી હતી. ડો.અમનભાઇના દાદા અને પિતા ડો.તેજસભાઇ ઉપરાંત તેમના નાની વંદનાબેન અમીન કે જેઓ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા અને માતાની પણ ઇચ્છા ઍમને ડોક્ટર બનાવવાની હતી ઍટલે પટેલ પરિવારમાં ડો. મધુસુદનભાઇ પટેલ ત્યારબાદ ડો.તેજસભાઇ પટેલ અને હવે ત્રીજી પેઢી ઍટલેકે ડો.અમન પટેલ પણ ડોક્ટર બન્યા અને ઍ પણ મેરીટ પર. તેમને ઍમબીબીઍસમાં ૭ ગોલ્ડ મેડલ, ઍમ.ડી.માં ૨ ગોલ્ડ મેડલ અને ડી.ઍમ.માં ૨ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. કુલ ૧૧ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
૧૬ નવેમ્બર ૧૯૯૨ના રોજ અમદાવાદમાં જન્મેલા ડો. અમન પટેલનું બાળપણ પણ અમદાવાદમાંજ વિત્યુ. શાળાનો અભ્યાસ અને મેડિકલ કોલેજનો અભ્યાસ પણ અમદાવાદમાં જ કર્યો. કાર્ડિયોલોજીમાં બેઝીક ટ્રેનિંગ, કોરોનરી ઍટલેકે ઍન્જીયોગ્રાફિ, ઍન્જીયોપ્લાસ્ટીની તાલીમ ડો.અમન પટેલે તેમના પિતા. ડો.તેજસભાઇ પટેલ અને ડો. સંજયભાઇ શાહ પાસેથી મેળવી. કાર્ડિયોલોજીસ્ટ થયા બાદ પહેલા બે વર્ષ ડો.અમન પટેલે ઍન્જીયોપ્લાસ્ટી અને હ્લદયરોગ પર જે કામ થતું તેના પર ધ્યાન કેન્દ્રીત કયુ*. સમય જતાં તેમણે વિચાયુ* કે આ ક્ષેત્રે કંઇક નવું કરવાનો હવે સમય છે. સમગ્ર વિશ્વમાં કાર્ડિયોલજી ક્ષેત્રે જે નવી પ્રોસીજર ચાલે છે તે આપણા દેશમાં ખાસ કરીને ટ્રાન્સકેથેટર હાર્ટ વાલ્વ રીપ્લેસમેન્ટ જેને ટાવર કહે છે તેમાં કામ કરવાનું નક્કી કયુ*. ડો.અમન કહે છે, ૬૫ વર્ષ પછીની ઉંમરના અને ગમેતે ઉંમર સુધીના દર્દી હોય તેનામાં અમુક ઉંમર થાય ઍટલે ઓપન હાર્ટ સર્જરીનું જાખમ ખુબ વધી જાય છે. આ ઉંમરના દર્દીનો હ્લદયનો વાલ્વ સાંકડો થયો હોય તો ઓપન હાર્ટ સર્જરીમાં છાતી ખોલવી પડે, ઍનેસ્થેસિયા આપવો પડે છે, હાર્ટને બંધ કરી વાલ્વ રીપ્લેસ કરવો પડે તેનું જાખમ હોય, તેના અન્ય અંગો નબળા હોય તેનું જાખમ હોય, હોસ્પીટલમાં લાંબુ રોકાણ વગેરે કારણો ઉપરાંત ઘણા દર્દીઓમાં સારૂ પરિણામ મળતું નથી. આ બીમારી કે જેને ઍઅોર્ટીક વાલ્વ સ્ટીનોસીસ ઍટલેકે હ્લદયના વાલ્વનું સંકોચન લગભગ ૬૫ વર્ષની ઉંમર પછી શરૂ થાય છે અને ૮૦ વર્ષ પછીની ઉંમરે તે સામાન્ય રીતે જાવા મળે છે. આપણા દેશમાં ૬૦ થી ૬૫ વર્ષ લગભગ આયુષ્ય હતું હવે મેડિકલ ઍડવાન્સમેન્ટને લીધે ઍવરેજ આયુષ્ય વધતું જાય છે. આપણા દેશમાં પણ ઍવરેજ આયુષ્ય ૭૦ ઉપર છે. ઍવરેજ લાઇફ સ્પેન વધે ઍટલે ઉંમરને લગતી બીમારીઓ વધે. હાર્ટ ઍટેક ગમે તે ઉંમરે આવી શકે જ્યારે હ્લદયના વાલ્વના પ્રોબેલ્મ હાર્ટ બધી રીતે સારૂ હોય કે યોગ્ય સમયે સારવાર મળી ગઇ હોય તેવા અને લાંબુ જીવે તેવા લોકોમાં શરૂ થાય છે.
ઍકવાર ઍઓર્ટીક વાલ્વનો પ્રોબ્લેમ શરૂ થાય કે લક્ષણો આવે તેવા લોકો ૨ થી પ વર્ષથી વધુ જીવી નથી શક્તા. આવા કિસ્સાઓમાં જેમાં ચાલવાથી છાતી પર ભાર લાગે ઍટલે ૪ થી પ વર્ષ વ્યક્તિ જીવે, ચક્કર આવીને માણસ બેભાન થાય તે વખતે ઍવરેજ આયુષ્ય ત્રણ વર્ષ રહ્નાં કહેવાય અને શ્વાસ ચડવાના ચાલું થાય પછી ઍવરેજ આયુષ્ય ૨ વર્ષ કહેવાય. આ હ્લદયના વાલ્વની બીમારી કેન્સર જેવી કહેવાય. તેમાં જ્યાં સુધી વાલ્વ રીપ્લેસ ન થાય ત્યાં સુધી જીવનનું જાખમ વધુ રહે છે. ડો.અમન પટેલનું કહેવું છે કે, આવા કિસ્સામાં ૮૫ વર્ષે વાલ્વ રીપ્લેસમેન્ટની ઓપન હાર્ટ સર્જરી કરીઍ તો ૧૦૦ માંથી ૧૫ થી ૨૦ દર્દીઓ ઓપરેશન ટેબલ પરજ મૃત્યુ પામે. આવું ન થાય તે માટે અમેરિકામાં ૧૪ વર્ષથી ટ્રાન્સકેથેટર હાર્ટ વાલ્વ રીપ્લેસમેન્ટ પધ્ધતિ ચાલી રહી હતી. જ્યારે આપણા દેશમાં ઉંચી કિમતને કારણે સરખી રીતે આપણે કરી નહોતા શક્તા. કારણ ઍ વાલ્વની કિમત બહુ વધુ હોય છે. ઍ વાલ્વનું આયુષ્ય ૧૦ થી ૧૫ વર્ષનું હોય છે. જા ઍ વાલ્વ ખરાબ થાય તો બીજા વાલ્વ પણ નાંખી શકાય.
વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨માં ડો.અમન પટેલે કોરનરી ટ્રેનિગ પૂર્ણ કરી ત્યારબાદ તેમનું સપનું હતું કે હ્લદયના વાલ્વના ક્ષેત્રે કંઇક નવું કરવું. ઍમાં વિચારતા, શોધતા તેમને કઝાકિસ્તાનના ડો.અબ્દુલ રશીદ સાથે ૨૦૨૩ના ડિસેમ્બરમાં મુલાકાત થઇ. ઍ પછી ડો.અમન હ્લદયના વાલ્વની ટ્રીટમેન્ટની તાલીમ લેવા ૪ દિવસ કઝાકિસ્તાન ગયા. ત્યારબાદ તેમણે ઍક વર્ષની ફેલોશીપ પણ કરી. આ પધ્ધતિમાં ઓપરેશન પગની ધમણીમાંથી કેથેરથી નવો વાલ્વ હ્લદયમાં ફિટ કરી દેવાય છે. ઍક્સરે ગાઇડન્સમાં છાતી ખોલ્યા વિના જુના વાલની ઉપર નવો વાલ્વ ફિટ કરી દેવાય છે અને ઍ પણ માત્ર ઍક કલાકમાં.! આમાં મૃત્યુનું જાખમ નહિવત થઇ જાય છે. ૨૦ ટકાથી વધુ જાખમવાળા દર્દીઓમાં સર્જરી કરવાની સર્જનજના પાડે છે ઍવા દર્દીઅોમાં ૨ ટકા જાખમમાં આ કામ કરી શકાય છે. ડો.અમન પટેલે ટ્રાન્સ કેથેટર ઍઓર્ટીક વાલ્વ રીપ્લેસમેન્ટ (ટાવર)ના અત્યાર સુધીમાં ૬૬ જેટલા કેસ સફળતા પૂર્વક પાર પાડ્યા છે જેમાં ઍકપણ દર્દીનુ મૃત્યુ થયું નથી. અત્યાર સુધીમાં ડો. અમન પટેલે ઍન્જીયોગ્રાફી અને ઍન્જીયોપ્લાસ્ટી મળી ૧૧૦૦૦ થી વધુ પ્રોસીજર પણ સફળતા પૂર્વક કરી છે. તેઅો કહે છે, વાલ્વ ઓપરેશન પહેલા સીટી સ્કેનમાં વાલ્વનું સ્ટ્રક્ચર કેવું છે, વર્ચ્યુઅલ નવો વાલ્વ મૂકીને જુઍ વાલ્વ કઇ રીતે ફંકશન કરશે અને હ્લદયની પંમ્પીંગ સ્થિતી જાઇ નક્કી કરાય છે કે ઓપરેશન કરવા લાયક છે કે નહીં. ૯૦ વર્ષના દર્દી હોય, પથારીવશ હોય, મગજ કામ ન કરતુ હોય તો આવા દર્દિઓમાં ઓપરેશન ના કરાય. હરતા-ફરતા વ્યક્તિ કોઇ પણ ઉંમર હોય તોવા લોકોને ઍઅોર્ટીક વાલ્વ તકલીફ થાય તો ઓપરેશ કરી શકાય છે.
ટ્રાન્સ કેથેટર ઍઓર્ટીક વાલ્વ રીપ્લેસમેન્ટ (ટાવર) નું ગુજરાતમાં ઍવું ડેવલપમેન્ટ થયું નથી. છુટા છવાયા કેસ વર્ષોથી ટ્રીટ થાય છે પણ કોઇ ઍસ્ટાબ્લીસ્ટ સેન્ટર કે જ્યાં હાઇઍસ્ટ પ્રોસીજર હ્લદયના વાલ્વના દર્દી માટે થતી હોય અને ઍકદમ હાઇ રીસ્ક કેસ લેવામાં આવતા હોય, ગુજરાતમાં થતા કેસમાં ૫૦ ટકા કેસ જ્યાં થતા હોય ઍવું ઍકમાત્ર સેન્ટર છે ઍપેક્સ હાર્ટ હોસ્પીટલ. ડો. અમન કહે છે, વાલ્વ સંકોચાવાનું કારણ માણસની ઉંમર વધે તેમ વાળ ધોળા થાય, ચામડી ઢીલી પડે ઍજ રીતે શરીરની અંદર પણ ઉંમરનો ફેરફાર થતો હોય. હાડકા નબળા પડે, હાડકામાંથી કેલ્શીયમઓછું થાય, કિડનીનું ફંક્શન નબળુ પડે ઍજ રીતે હાર્ટની નળીઓમાં ચોકઅપ થાય, ક્ષાર જામે, બ્લોકેજ બને અને ઍજ રીતે વાલ્વની ઉંમરની પ્રોસેસમાં વાલ્વના પાંખીયા પર કેલ્શીયમ જમા થાય તેના લીધે વાલ્વ સ્ટીફ થાય અને ફંક્શન બગડતું જાય. જાકે નાની ઉંમરે પણ વાલ્વની તકલીફ જાવા મળે છે જેમાં અમુક રૂમેટિક હાર્ટના રોગો હોય છે જેમાં ગળામાં કંઇક ઇન્ફેશન થયું હોય તેના લીધે હાર્ટમાં ઇફેક્ટ આવે અને વાલ્વ ખરાબ થયા હોય, જાકે તેના માટે ઓપન હાર્ટ સર્જરી છે જેના રિઝલ્ટ સારા છે તેમાં આ બધી વસ્તુ કરવાની જરૂર નથી. જ્યારે ૬૦ વર્ષ પછીના દર્દિઓમાં કે જેને વાલ્વ ખરાબ પણ છે અને સર્જરીનું જાખમ વધુ છે તેવા લોકો ટાવરની પ્રોસીજર માટે યોગ્ય છે.
વાલ્વના ઓપરેશન પછી પહેલા જેવી લાઇફ જીવી શકાય? ડો.અમન પટેલનું કહેવું હતું કે, વાલ્વના અોપરેશન પછી બધુંજ પહેલા જેવું થઇ જાય જા ૨ ટકા ના જાખમાં ન આવીઍ તો પહેલા હોય તેના કરતા પણ લાઇફ વધુ સારી થઇ જાય. ઍજ રીતે હાર્ટ ઍટેકમાં પણ જા સમયસર ટ્રીટમેન્ટ લઇ લો તેમાં પણ રિકવરી ખુબ ફાસ્ટ હોય છે. જાકે તેમણે અમુક દવાઓ વધુ લેવી પડે છે. અમે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીની ગાઇડલાઇન ફોલો કરીઍ છીઍ. જેમાં પુરાવાઓ છે. જે ક્લિનીકલ ટ્રાયલ પર આધારીત છે. રીસર્ચ મુજબ ઍમાં કહેવાયું છે કે હાર્ટ ઍટેક પછી પહેલા ૧૨ કલાક સુધી તમે ઍક્યુટ ટ્રીટમેન્ટ લઇ શકો છો. ૧૨ થી ૨૪ કલાકની વચ્ચે જા તમે હોસ્પીટલ પહોંચ્યા હોવ તો પણ તે ફાયદાકારક છે. ૨૪ કલાક હાર્ટ ઍટેકના થઇ જાય પછી ઍ રિવર્સલ છે હાર્ટ ઍટેક આવવાની શક્યતાઓ ઓછી થાય ઍવું નથી કે રિવર્સલ નથીજ આવતું પણ બધાજ દર્દીમાં રિવર્સલ આવે તેવી શક્યતાઓ ઓછી થાય છે. હાર્ટ ઍટેક ઍ હ્લદયની નળીઓનો પ્રોબ્લેમ છે જ્યારે વાલ્વ જા સાંકળો થાય તો હાર્ટનું મસલ વિક થાય અને નળી બ્લોક થાય તો મસલને લોહી ન મળે ઍટલે વિક થાય ઍટલે બંને અલગ જ વસ્તુ છે. વાલ્વના પ્રોબ્લેમમાં અચાનક કોઇનું મૃત્યુ ન થાય પણ જા ટ્રીટમેન્ટ ન લે તો ધીમે ધીમે મૃત્યુ થાય.
ડો. અમન પટેલે સ્વતંત્ર રીતે ૭૦૦૦ થી વધુ કેથલેબ પ્રક્રિયાઅો અને ૨૫૦૦ થી વધુ કોરોનરી ઇન્ટરવેન્શન કર્યા છે. તેઅો કહે છે, વર્ષ ૨૦૨૨ થી પિતા સાથે ઍપેક્સ હોસ્પીટલમાં જાડાયા ત્યારથી દર વર્ષે ૨૦૦૦ પ્રોસીજર લગભગ કરું છુ. જેમાં બે વર્ષ ઍન્જીયોપ્લાસ્ટી પર ફોકસ રાખ્યું અને ૨૦૨૪ થી વાલ્વની દિશામાં ગયો જેને બે વર્ષજ થયા છે. જાકે વાલ્વના ફિલ્ડનું ભવિષ્ય બહુ ઉજ્જવળ લાગે છે. વાલ્વ સસ્તા થશે ત્યારે ઘણા દર્દીઅોને આ પ્રોસીજરનો લાભ મળશે. ટાવર પ્રોસીજરથી પહેલાના જમાનામા કોઇ આશા નહોતી તેવા દર્દીઓની ક્વોલીટી ઓફ લાઇફ આપણે સુધારી શકીશું. ભારતમાં વાલ્વના ઘણા દર્દીઓ છે જેનું જીવન હવે આ પ્રોસીજરથી શક્ય બની શકે છે.
ડોક્ટરી ઍવી વસ્તુ છે તેની ટ્રેનિગ જાતે જ લેવી પડે છે. તેમાં રસ પણ હોવો જરૂરી છે. દર્દી સાથે વાત કરવામાં તેના દુખ સમજવામાં રસ ન હોય તે ડોક્ટર ક્યારેય સફળ ના થઇ શકે. ડો. અમન કહે છે, જ્યારે હું હાઇસ્કૂલમાં આવ્યો ત્યારે ઘણીવાર ડો. તેજસભાઇ હાર્ટના દર્દીઓની ટ્રીટમેન્ટ કરવા ઇમરજન્સીમાં જાય ત્યારે હું પણ સાથે જતો. ઍ વખતે હું દર્દીને જાતો, તેમના સગાઓને જાતો અને ટ્રીટમેન્ટ કર્યા પછીનો જે આનંદ છે જે દર્દીના સગાઓને મળે છે ઍ વસ્તુ મને ખુબ ગમતી અને ઍ ફિલિગ કાર્ડિયોલોજી સિવાય બીજા કોઇ ક્ષેત્રમાં હોય ઍવું મને લાગતું નથી. જીવન-મૃત્યુ વચ્ચેના સમયમાં કરવાની ટ્રીટમેન્ટ આપણે કરીઍ છીઍ. મને મારા પિતા પાસેથી રોજ કંઇક ને કંઇક નવું શિખવા મળે છે. ઍમના ટાઇમમાં ઍમણે જે શોધ કરી છે, જે પ્રક્રિયાઅોનું ઇન્ટ્રોડકશન આ ફિલ્ડમાં કયુ* છે ઍ બધું સમય સાથે તેમની પાસેથી શિખી ગયો છું પણ રેર વસ્તુઓ હોય ઍ અમુક જ કેસમાં જાવા મળતી હોય તે પણ શિખુ છુ.
ઘણીવાર સામાન્ય લોકો ડોક્ટરો પર વિશ્વાસ ઓછો કરતા થયા છે ઍનું કારણ શું? ડો. અમન પટેલે જણાવ્યું કે, કોઇપણ ક્ષેત્ર હોય તેમાં સારા અને ખરાબ માણસો હોય. બધા સારા હોય તેવું જરૂરી નથી હોતું. તબીબી ક્ષેત્ર ઍવું છે કે લોકો માને છે કે ડોક્ટરે સારા હોવું જરૂરી છે અને હું પણ ઍવું માનું છુ. તેમ છતાં અમુક ઍવા લોકો હશે કે જે ખોટું કામ કરતા હશે જેને લીધે આ ક્ષેત્રનું નામ ખરાબ થયું હોય પણ હું ઍવું માનું છુ કે ૯૦ ટકા ડોક્ટરોનો ઇરાદો ઍ દર્દી માટે સારો જ હોય છે.
હ્લદયના વાલ્વને સ્વસ્થ રાખવા શું કરવું? ડો.અમન કહે છે, વાલ્વને સ્વસ્થ રાખવાની કોઇ પ્રોસેસ નથી. વાલ્વ ખરાબ થાય તો તેમાં કોઇ બીજા રસ્તો નથી. ઍઓર્ટીક વાલ્વ પર ફોકસ પતે પછી મારું ધ્યાન માઇટ્રલ વાલ્વ પર રહેશે. ઍ સિવાય અચાનક હાર્ટ ઍટેકથી થતા મૃત્યુમાં ઘણા કારણો હોય છે જે આપણને ખ્યાલ નથી હોતો તેનું સ્કેનીંગ, જેનેટિક અભ્યાસ, કાર્ડિયો માયોપથીનું ઍસેસમેન્ટ થાય અને તેને પ્રિવેન્ટ કરવા જે દવા થાય કે ડિવાઇસ ઇમ્પ્લાન્ટ થાય તેમાં આગળ કામ કરવું છે. ઍટલે અચાનક થતા મૃત્યુને અટકાવવું ઍ મારો ગોલ છે. ઍપેક્સ હોસ્પીટલને પિતા જે કક્ષાઍ લઇ ગયા તેને જાળવવી અને જે પ્રોસીજર અહિ નથી થતી તે ઍક પછી ઍક ભારતમાં આપણી હોસ્પીટલમાં લાવવાનું ધ્યેય છે. ઉપરાંત વાલ્વની પ્રોસીજરને હજુ વધારે સરળ બનાવવાનું લક્ષ્ય છે તેની શોધ પણ હું કરી રહ્ના છુ. શરૂમાં આ વાલ્વ અમેરિકન કંપનીજ બનાવતી હતી હવે છેલ્લા ૭ વર્ષથી ભારતમાં ગુજરાતના વાપીમાં અને સુરતમાં આ વાલ્વ બને છે જે દેશભરમાં જાય છે.
તબીબી ક્ષેત્ર સિવાય ડો.અમનને કસરત કરવી અને ટ્રાવેલિગનો જબરો શોખ છે. યુરોપના ત્રણ ચાર દેશો, ભારતમાં ફરી ત્રણ ચાર ટ્રેક કર્યા છે. તેમને ટ્રેકિગનો પણ શોખ છે. તેમના પરિવારમાં માતા-પિતા અને દાદા છે. તેઅોને અનેક વાનગીઓ ખાવાનો જબરો શોખ છે. તેઅો કહે છે, હું ફ્રુટ-કઠોળ વધુ લઉં છતાં અઠવાડિયે બે વાર બહારના ભોજનનો ટેસ્ટ લઉં છુ જે ખોટું છે પણ ધીમે ધીમે તેમાં કંટ્રોલ કરીશ. મારી હોસ્પીટલ ન હોત તો પણ હું ભારતમાંજ રહ્ના હોત. અહિ જે મિત્રો છે, જે પ્રકારનું કલ્ચર છે તે બીજા દેશોમાં નથી. અહિ કામની સાથે આશીર્વાદ પણ મળે છે.
ડો.અમનને અહિયા સુધી પહોંચાડવામાં ડો.તેજસભાઇ પટેલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્નાં છે. ડો. અમન કહે છે, તેઓમને રોજ ટોકે છે જે તેમનો સ્વભાવ છે જે મને ગમે પણ છે. હું આ ક્ષેત્રે નવો આવ્યો હતો ત્યારે ખુબ ટોકતા હતા હવે થોડું અોછુ ટોકે છે. જાકે મને ઍ વાતનો ખુબ આનંદ છે. જ્યારે દાદા તો પપ્પાથી વિશેષ મોટા મોટા ગોલ આપે છે. આ બંનેના કહેવાથી મને દિશા મળે છે.
શિયાળો આવતા હ્લદયના દર્દીઓમાં વધારો થાય છે તેનું કારણ જણાવતા ડો. અમન કહે છે, ઠંડીમાં શરીરને ગરમ કરવાની કોશીશ કરે ત્યારે ઍવા હોર્મોન રીલિઝ થાય જે હાર્ટ ઉપર થોડો ભાર આપે જેથી હાર્ટમાં બ્લોકેજ હોય તે ફાટીને હાર્ટ ઍટેક આવવાની શક્યતા ઠંડીની સીઝનમાં વધે છે. ઍજ રીતે હાર્ટ ઍટેક આવવાના કારણોમાં કોવિડની રસી જવાબદાર નથી. લોકોની લાઇફ સ્ટાઇલમાં બદલાવ, કસરતનો અભાવ, યુવાનોમાં ડ્રગનું પ્રમાણ પણ હાર્ટ ઍટેક માટે જવાબદાર છે.
નિયમીત કસરત, સારો ખોરાક, સારી ઉંઘ, વ્યસનથી દુર રહી હાર્ટ સારૂ રાખી શકાય છે. પિતા અને દાદાને જીવનમાં આઇડલ માનતા ડો. અમન પટેલ સોફટ હાર્ટ સાથે કામ લઇ હાર્ડ લાઇફ જીવતા હ્લદયના વાલ્વના નિષ્ણાંત છે પણ દર્દીઓને તે વ્હાલા છે.
આલેખનઃ પ્રશાંત બક્ષી
તસવીરઃ રમેશ ટંકારિયા
ટુંક સમયમાં પુસ્તક આવે છે ‘‘અ પટેલ ઍટલાસ ઓફ ઓપ્ટીકલ કોહેરન્સ ટોમોગ્રાફી’’
ડો.અમન પટેલે અનેક થીસીસ લખ્યા છે અને પેપર પ્રેઝન્ટેશન કર્યા છે. તેઅો તેમના પિતા. ડો.તેજસભાઇ પટેલ અને ડો.સંજય શાહ સાથે ઍક પુસ્તક લખી રહ્ના છે. જેનું નામ છે ઙ્કઅ પટેલ ઍટલાસ અોફ અોપ્ટીકલ કોહેરન્સ ટોમોગ્રાફી જે છ મહિનામા બહાર પડશે. આ પુસ્તક ઍડવાન્સ ઍન્જિયોપ્લાસ્ટી જેમાં દુરબીનથી હાઇ રીસ્ક દર્દીઓમાં થાય છે તેમાં અમુક પધ્ધતિઅો છે જેનાથી સ્ટેન્ટ ફેલ્યર અનેક ગણું ઓછુ કરી શકાય છે. કઇ રીતે સ્ટેન્ટ મુકવો, કેટલો સ્ટેન્ટ ફુલાવવો, કયો સ્ટેન્ટ ક્યાં મુકવો, તેની સાઇઝ વગેરે માટેની ઍડવાન્સ પ્રક્રિયા છે તેનો લાભ નવા આવતા કાર્ડિયોલોજીસ્ટને મળે તેમના માટે આ પુસ્તક લાવી રહ્ના છે.
હું સુપર પાવરમાં માનું છું:ડો. અમન પટેલ
તબીબી જીવન સાથે નિત્ય જીવનમાં પણ તેઓ નિયમીત છે
પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી ડો. અમન પટેલે ઘણીવાર આશીર્વાદ મેળવ્યા છે. જે દર વખતે સાચા પડ્યા છે. તેમણે હંમેશા ડોક્ટર અમનને કહેલું કે આપણે સારા માણસ બનો. ડો. અમન કહે છે, હું મૂર્તિ પૂજામાં નથી માનતો પણ હું સુપર પાવરમાં માનું છુ અને હું સારા કામ કરવામાં માનું છુ. જા ધર્મની વાત આવે તો મારા માટે દરેક ધર્મ ઍક સમાન જ છે. સુપર પાવર ઍટલે જેણે આ બધી વસ્તુનું સર્જન કર્યુ છે અને ઍ કોણ છે તે કોઇને ખબર નથી. બધા પોત પોતાની થિયરી આપે છે. પણ હું સૂર્યદેવનું દરરોજ પૂજન કરું છું. તે સુપર પાવર છે. હું દરરોજ તેમને જળ ચડાવી અર્ધ્ય આપું છુ.
તબીબી જીવન સાથે ડો.અમન પટેલ પોતાના નિત્ય જીવનમાં પણ નિયમીત છે. તેઓ સવારે ૬ઃ૩૦ વાગે ઉઠી જાય છે. ૭ઃ૩૦ સુધી વેઇટ લિફટીંગ કરે છે. અને ૭ઃ૩૦ થી ૮ઃ૩૦ ઍક કલાક રનીંગ કરે છે. ઍક કલાકમાં ૧૨ કિ.મી દોડે છે. ઍટલેકે મહિનામાં ૨૮ દિવસ રોજનું ૧૨ કિ.મી. દોડે છે ઍટલે મહિને લગભગ ૩૫૦ કિ.મી. દોડે છે. જાકે યોગ, પ્રાણાયમની દિશામાં આગળ નથી ગયા. કામનો સ્ટ્રેસ વધશે ત્યારે પ્રાણાયમ કરીશ. મને ક્યારેય નર્વસનેસ નથી થતી. ઍ પછી બ્રેક ફાસ્ટ કરી ફ્રેશ થઇ હોસ્પીટલ આવે અને સાંજે ૭ વાગ્યા સુધી કામ કરે. મહિને બે થી ત્રણ વાર અડધી રાત્રે ઇમરજન્સી પણ આવે.
ગુજરાતના સૌથી વૃધ્ધ મહિલા દર્દીના વાલ્વ રીપ્લેસ કર્યા આજે તે સ્વસ્થ છે..!
ઓપન હાર્ટ સર્જરી કરાવીને આવેલા બે દર્દીઅોમાં ડબલ વાલ્વ રીપ્લેસમેન્ટ કર્યા: મોતના મુખમાં ગયેલા દર્દીને પરત લાવ્યા
ટ્રાન્સ કેથેટર ઍઓર્ટીક વાલ્વ રીપ્લેસમેન્ટ (ટાવર) ના કેસનો ઍક કિસ્સો યાદ કરતા ડો. અમન પટેલે જણાવ્યું કે, આ વર્ષે ઍપ્રિલ મહિનામાં રાજકોટના ઍક મહિલા દર્દી જ્યોત્સનાબેન દેસાઇ તેમની ઉંમર ૮૯ વર્ષ હતી. તેમને વારંવાર ચક્કર આવતા હતા, શ્વાસ ચડતો હતો, વિકનેસ હતી અને હ્લદય ના વાલ્વનો પ્રોબ્લેમ હતો. તેઓ પણ વિચારતા હતા કે આ ઉંમરે વાલનું ઓપરેશન કરાવવું જાઇઍ કે નહીં. ઍમના પરિવારે અમારા પર ભરોસો રાખી ઍપેક્સ હાર્ટ હોસ્પીટલ અમદાવાદ ખાતે લાવ્યા જ્યાં તેમનો વાલ રીપ્લેસ કર્યો ઍ વાતને ૬ મહિનાથી વધુનો સમય થઇ ગયો તેમની તબિયત હાલ ખુબ સારી છે. નોંધનીય વાત ઍ છે કે તેઓગુજરાતના સૌથી વૃધ્ધ દર્દી હતા જેમણે હ્લદયના વાલ્વનું અોપરેશન કરાવ્યું હતું.
ડો. અમન કહે છે, બે કેસ ઍવા પણ હતા જેમનું ઓપન હાર્ટ સર્જરી દ્વારા ૧૫ વર્ષ પહેલા વાલ્વ રીપ્લેસ થયા હતા. ઉંમર ૭૦ની આસપાસ હતી. બંને ટીસ્યુવાલ્વ ખરાબ થઇ ગયા હતા. ઍ બંને દર્દીમાં ઍક સાથે બે-બે વાલ્વ બદલ્યા. માઇટ્રલ અને ઍઅોર્ટીક ઍટલેકે કંમ્બાઇન ટાવર અને ટીઍમવીઆર ડબલ વાલ્વ રોપ્લેસમેન્ટ કેસ કર્યા.
ઍક ૫૯ વર્ષના દર્દીનું પમ્પીંગ માત્ર ૭ ટકા હતું તેને છાતી ખોલાવી વાલ્વ રિપ્લેસ કરવાની સલાહ ડો. તેજસભાઇ પટેલે આપેલી. ઍ વખતે ઍમને કોઇ લક્ષણો નહોતા ઍટલે સર્જરી કરાવવાનું ભૂલી ગયા અને કેનેડા શિફટ થઇ ગયા. અચાનક તેમના પગ પર સોજા દેખાયા. કેનેડામાં તબીબોઍ ૧૫ દિવસ પછીની ઍપોઇનમેન્ટ આપી ત્યારે તેમને યાદ આવ્યું કે, ડો. તેજસભાઇ પટેલે મને વાલ્વ બદલવાની સલાહ આપી હતી. તેઓ કેનેડાથી અમદાવાદ આવ્યા જ્યાં ઍરપોર્ટ પર ખુબ શ્વાસ ચડતો હતો તેમણે ઍપેક્સ હોસ્પીટલમાં ફોન કરી ઍમ્બ્યુલન્સ બોલાવી. હોસ્પીટલ પહોંચ્યા ત્યાંજ પડી ગયા ઍટલે વેન્ટીલેટર પર મૂક્યા. ઍ આવ્યા હતા ત્યારે ઍકલાજ હતા પરિવાર સાથે નહોતો. ઍટલે પરિવાર સાથે વાત કરી તેઅો આવ્યા ઍ દરમિયાન ત્રણ વાર તેમનું હ્લદય બંધ થયું જેને મસાજ આપી ચાલું કયુ*. બે વાર વેન્ટીલેટર પર ગયા. ઍ કેસ અમારી કારકિર્દીનો સૌથી અઘરો કેસ હતો. તેમાં હ્લદય સાથે કિડની, લીવર પણ ફેઇલ થઇ ગયા હતા. જ્યારે પ્રોસીજર માટે તેમને ટેબલ પર લીધા ત્યારે તેમના સગાઓને કહેલું કે આ કેસમાં ૩૦ ટકા ખતરો છે. પ્રોસીજર સફળ રહી. બીજાજ દિવસથી રીપોર્ટ પોઝીટીવ આવવા લાગ્યા. ચોથા દિવસે કિડની, લિવર બધુ નોર્મલ થઇ ગયું. પમ્પીંગ ઍક મહિના પછી ૭ ટકાનું ૪૦ ટકા થયું અને વર્ષ પછી ૬૫ ટકા થઇ ગયું અને હાલ તેઅો ઍકદમ નોર્મલ લાઇફ જીવે છે.
ભારતમાં પહેલીવાર બે દિવસમાં ૧૦ દર્દીઓના હ્લદયના વાલ્વ રીપ્લેસમેન્ટનો રેકોર્ડ ડો. અમન પટેલના નામે..!
૨૦૨૫ના વર્ષમાં ૪૦ કેસ થઇ ગયા છે અને ૧૦ વેઇટીંગમાં છે
હ્લદયના વાલ્વના ક્ષેત્રે કંઇક નવું કરવાના વિચાર સાથે ડો. અમને નક્કી કયુ* કે અમદાવાદની ઍપેક્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં ટાવર ઓફ ઍક્સેલન્સ બનાવવું છે. વર્ષ ૨૦૨૪ ની ફેબ્રુઆરીમાં કઝાકિસ્તાનના ડો. અબ્દુલ રશીદ ઍપેક્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ અમદાવાદ આવેલા અને તેમની સાથે ડો. અમને ઍકજ દિવસમાં ત્રણ ટ્રાન્સ કેથેટર ઍઓર્ટીક વાલ્વ રીપ્લેસમેન્ટ (ટાવર) ના કેસ કર્યા હતા. ઍ ત્રણેય દર્દી ૮૦ વર્ષ ઉપરના હતા અને ત્રણેય કેસ સફળ રહ્ના હતા. બીજીવાર ડો. રશીદ જુન મહિનામાં આવ્યા ઍ વખતે પણ ડો. અમને સાથે મળી હ્લદયના વાલ્વની તકલીફવાળા મોટી ઉંમરના દર્દીના બે દિવસમાં ૧૦ અોપરેશન કર્યા જે ભારતમાં બનેલી પહેલી ઘટના હત્તી. બે દિવસમાં હ્લદયના વાલ્વ રીપ્લેસમેન્ટ થયા હોય તેવો આ રેકોર્ડ હતો. ઍ પછી ડો.અમન પટેલે આવાજ બે દર્દીને સ્વતંત્ર રીતે ઓપરેશન કર્યા જેમાં ઍક દર્દિના હ્લદયનું પંમ્પીંગ માત્ર ૭ ટકા હતું.
હાર્ટ ફેલ્યરમાં આવેલા ઍ દર્દી ચોથા દિવસે સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ થયા. હાલ તેમનું પમ્પીંગ નોર્મલ છે જેને ઍક વર્ષથી વધુનો સમય થઇ ગયો. ઍ પછી ડો.રશીદ ડિસેમ્બરમાં ફરી અમદાવાદ ઍપેક્સ હાર્ટ હસ્પીટલમાં આવ્યા અને ડો.અમન સાથે મળી બે દિવસમાં ૬ કેસ હેન્ડલ કર્યા. ૨૦૨૪ના ઍક વર્ષમાં ડો.અમન પટેલે ટાવરના ૨૪ કેસ ટ્રીટ કર્યા જે ગુજરાતનો રેકોર્ડ હતો. ૨૦૨૫ માં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ટ્રાયકોમાં ફરી ડો.રશીદ અમદાવાદ આવેલા અને બે ટાવરના કેસ લાઇવ કર્યા જેને ૪૦૦ કાર્ડિયોલોજીસ્ટે નજરે નિહાળ્યું જે બંને કેસ યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે જેમાં પણ સફળતા મળેલી. ઍ પછી ૨૦૨૫ માં જાન્યુઆરીથી શરૂ કરી નવેમ્બર સુધી ૪૦ કેસ થઇ ગયા છે અને ૧૦ કેસ વેઇટીંગમાં છે. ઍટલે આ વર્ષે હ્લદયના વાલ્વ રીપ્લેસમેન્ટના ૫૦ કેસ લગભગ થશે.
ડો. અમન પટેલ
વેબસાઇટઃ www.apexhea
ઇન્સ્ટાગ્રામઃ amanpatel
ફોનઃ ૦૭૯-૪૧૦૦૫૯૨૨
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
