News of Tuesday, 18th November 2025
વર્ષ ૨૦૩૬માં ગુજરાતમાં ૧૫ ટકા વ્યક્તિ ૬૦થી વયના હશે
હાલ ૧૦૦માંથી ૧૦ વ્યક્તિની ઉંમર ૬૦થી વધુ : કેરળમાં સૌથી વધુ ૨૩ ટકા, બિહારમાં સૌથી ઓછા ૧૧ ટકા વ્યક્તિ ૬૦થી વધુ વયની રહેવા અનુમાન

નવી દિલ્હી તા.૧૮: ગુજરાતમાં વર્ષ ૨૦૩૬ સુધીમાં ૧૦૦માંથી ૧૫ વ્યક્તિ ૬૦થી વધુ વયની હશે. આ સમયગાળામાં ૬૦થી વધુ વયની સૌથી વધુ વ્યક્તિ હોય તેવા રાજ્યમાં કેરળ ૨૨.૮૦ ટકા સાથે મોખરાના સ્થાને હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
યુએનએફપીએ દ્વારા તૈયાર કરવામાંટ્ટ આવેલા ‘ઇન્ડિયા એન્ટિ એજીંગ રિપોર્ટ' અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૩૬માં પ્રત્યેક ૧૦૦માંથી ૧૫ વ્યક્તિની ઉંમર ૬૦થી વધુ વયની મળી શકે ગુજરાતમાં ૬૦થી વધુ વયની વ્યક્તિનું પ્રમાણ ૧૦ ટકાની આસપાસ છે. નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન પ્રોજેક્શન અહેવાલમાં ૨૦૩૬ સુધી વસતીને લગતાં વિવિધ અનુમાન કરવામાં આવ્યાં છે.
આ અહેવાલ પ્રમાણે રાજ્યમાં વૃદ્ધ નાગરિકોની સંખ્યા ૨૦૩૬ સુધી ૫૪.૪૫ લાખ વધીને ૧.૨૫ કરોડ થવાનો અંદાજ છે. એટલે કે ત્યારે દરેક છઠ્ઠો ગુજરાતી વૃદ્ધ હશે. ૧૫થી ૩૪ વર્ષના યુવાઓની સંખ્યા ગુજરાતમાં ૩૦% રહેશે. બિહારમાં સૌથી ઓછા ૧૧ ટકા, ઉત્તર પ્રદેશમાં ૧૧.૯૦ ટકાની ઉંમર ૬૦થી વધુ વયનું રહેવા અનુમાન છે.(૩૮.૧૯)
વર્ષ ૨૦૩૬માં કયા રાજ્યમાં સૌથી વધુ વ્યક્તિ ૬૦થી વધુ વયના હશે?
રાજ્ય ૬૦થી વધુ વય
કેરળ ૨૨.૮૦%
તામિલનાડુ ૨૦.૮૦%
હિમાચલ પ્રદેશ ૧૮.૬૦%
આંધ્ર પ્રદેશ ૧૮.૦૦%
પંજાબ ૧૮.૩૦%
૫. બંગાળ ૧૮.૨૦%
મહારાષ્ટ્ર ૧૭.૨૦%
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
