<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

કેન્‍દ્ર SEZને રાહત આપે તો ગુજરાતના અર્થતંત્રને ફાયદો થશે

વધારાની ઉત્‍પાદન ક્ષમતાનો ઉપયોગ આંતરિક બજાર માટે થશેઃ SEZ કમિશનરોની બેઠક ટૂંક સમયમાં મળશે : ગુજરાતમાં ૨૧ ઉપરાંત SEZ હાલમાં પૂર્ણ સ્‍તરે કાર્યરતઃ દેશના SEZ દ્વારા ૨૦૨૪-૨૫માં રૂા.૧૭૬.૬ બિલિયનની નિકાસ કરાઇ

 

નવી દિલ્‍હી તા.૧૮: કેન્‍દ્ર સરકાર સ્‍પેશિવલ ઇકોનોમિક ઝોનને આગામી સમયમાં રાહત આપવા માટે નિર્ણય લેશે. જો આ રાહત જાહેર થશે તો ગુજરાતના અર્થતંત્રને ગણનાપાત્ર ફાયદો થશે. ગુજરાતમાં હાલમાં ૨૧ ઉપરાંત એસઇઝેડ કાર્યરત છે. આ એસઇઝેડમાં કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છૂટછાટથી આર્થિક પ્રવૃત્તિઓ વેગવાન બનો. ખાસ કરીને ગાંધીનગર ખાતે આવેલ ગિફટ સિટી, સુરત,દહેજ, વડોદરા સહિતના એસઇઝેડને ફાયદો થશે તેમ મનાય છે, જેના કારણે અર્થતંત્રને પણ ફાયદો થશે.

આ સંદર્ભમાં જ એસઈઝેડ કમિશનરોની બેઠક આ સપ્તાહમાં જ નવી દિલ્‍હી ખાતે યોજવામાં આવી હોવાના નિર્દેશ મળે છે. દેશમાં ૨૭૯ ઉપરાંત એસઇઝેડ હાલમાં કાર્યરત છે. આ એસઈ ઝેડ દ્વારા ૨૦૨૪-૨૫માં રૂા.૧૭.૮ બિલિયનની નિકાસ કરવામાં આવી હતી.

ઉલ્‍લેખનીય છેકે, અમેરિકાએ ૫૦ ટકા ટેરિફનો બોજો ભારતની નિકાસ ઉપર નાંખ્‍યો છે ત્‍યારે દેશના ૨૭૯ એસઈઝેડમાંથી ઘણા એસઈ ઝેડમાં અમેરિકામાં નિકાસ માટેના ઉત્‍પાદનોના એકમોને હાલમાં ભારે આર્થિક મુશ્‍કેલી પડી રહી છે. ખાસ કરીને જેમ્‍સ અને જવેલરીની નિકાસને ફટકો હાલમાં પડ્‍યો છે. કેન્‍દ્રિય વાણિજ્‍ય મંત્રી પિયુષ ગોયલે એવો નિર્દેશ આપ્‍યો છેકે, એસઈ ઝેડને કેટલીક રાહત માટે કેન્‍દ્ર સરકાર વિચારણા કરી રહી છે. જેમાં મુખ્‍ય બાબત એસઇઝેડમાં રહેલા વધારાની ક્ષમતાનો ઉપયોગ દેશના આંતરિક બજાર માટે કરીને એસઈઝેડમાં ઉત્‍પાદનને ઉત્તેજન આપવાનો છે. આ દ્વારા આયાત અવેજી કરણ માર્ગ વધુ કાર્યક્ષમ રહેશે. ઘણી ચીજ વસ્‍તુઓ જે વિદેશથી આયાત થાય છે. તેને એસઇઝેડની તુલનાએ વધુ લાભ અપાય છે. આ સંજોગોમાં એસઇઝેડ દ્વારા ડોમેસ્‍ટિક ટેરિફ એરિયાનો લાભ હજી પૂર્ણ રીતે લેતા નથી. હાલમાં એસઇઝેડના ઉત્‍પાદનો ડોમેસ્‍ટિક ટેરિફ એરીયામાં ડ્‍યૂટી ચૂકવીને વેચી શકે છે. આ આ ઝોનને વિદેશી ટેરીટરી તરીકે ગણીને ટ્રેડ - ડયુટી ગણવામાં આવતી હોય છે. એસઈઝેડમાં આવેલી કંપની આયાત કાચોમાલ ડડ્‍યૂટી ફ્રી દ્વારા મંગાવે છે તે અંગેની એવી શરત છેકે, આ ડયુટી કી કાચામાલ દ્વારા ઉત્‍પાદિત ચીજ વસ્‍તુની ભારત બહાર નિકાસ થવી જરૂરી છે. જો ભારતમાં તેનું વેચાણ થાય તો જરૂરી ડયુટી ચૂકવવી પડે. ઉલ્‍લેખનીય છેકે, ગુજરાતમાં અગાઉ ૫૭ જેટલા એસઇઝેડ અંગે કાર્યવાહી થઇ હતી. જોકે પણા એસઇઝેડ વિવિધ કારણોસર કાર્યરત થયા નથી.(૩૮.૧૮)

 એસઇઝેડનો વિકાસ એક નજરે

ભારતમાં સૌપ્રથમ એસઇઝેડની સ્‍થાપના કંડલા ખાતે થઇ હતી. ૧૯૬૫માં કંડલા એસઇઝેડ કાર્યરત થયો હતો. ત્‍યાર બાદ ૨૦૦૦માં એસઇઝેડ પોલિસી જાહેર થઇ હતી. ૨૦૦૫માં એસઇ ઝેડ એક્‍ટ જાહેર થયો હતો. ૨૦૦૬માં એસઇઝઝેડના નિયમો સરકારે અમલમાં મુક્‍યા હતા.

જેમ્‍સ અને જવેલરીની નિકાસને ફટકો

અમેરિકાની ૫૦ ટકા ટેરિફના પગલે સુરતમાંથી નિકાસ થતી જેમ્‍સ અને જવેલરીને ભારે ફટકો પડયો છે એપ્રિલ થી સપ્‍ટેમ્‍બર દરમિયાન સમગ્ર દેશમાથી જેમ્‍સ અને જવેલરીની નિકાસ ૪૦ ટકા ઘટીને ૨૩૭૦,૬૬ મિલિયન ડોલર રહી છે.જ્‍યારે કટ અને પોલિસ કરાયેલા હીરાની નિકાસ પણ ૫૩,૬૨ ટકા ઘટીને ૧૧૭૫,૦૯ મિલિયન ડોલર રહી હતી. ઉંચી ટેરિફના પગલે ઓર્ડરનું પ્રમાણ પણ ઘટયું છે તથા મુલ્‍ય નિર્ધારણ અને ઇન્‍વેન્‍ટરીમાં પણ અનિヘતિતા પેદા થઇ છે. જેના પગલે નિકાસકારો ઉપર વધારાનો બોજો પડયો છે. ઉલ્‍લેખનીય છેકે, અગાઉથી જ વૈશ્વિક માગમાં મંદીનો આ ક્ષેત્ર સામનો કરી રહ્યું છે.

અન્‍ય દેશોમાં નિકાસ માટે કંપનીઓની કાર્યવાહી

અમેરિકામાં નિકાસ ઘટતાં હવે એસઇઝેડમાંથી નિકાસ કરતી કંપનીઓ લેટિન અમેરિકા સાઉદી અરેબિયા, કંબોડિયા અને વિયેતનામમાં નવા બજારની તલાશ કરી રહી છે. આ દેશોના વેપાર અગ્રણીઓ સાથે સંકલન પણ કરવામાં આવી રહ્યું છે.

(10:05 AM IST)