હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહિલાઓમાં મેદસ્વિતાથી હાઈપર ટેન્શન કે મગજનું પ્રેશર પણ વધી શકે
૪૦ વર્ષ પછીની ઉંમર ધરાવતી : મહિલાઓમાં માથાનો દુઃખાવો અને મગજનું પાણી નાક દ્વારા બહાર આવવા સહિતની ગંભીર સમસ્યાઓ

નવી દિલ્હી તા.૧૮: મેદસ્વીતાને લીધે હાઈપર ટેન્શન કે મગજનું પ્રેશર વધવાની સમસ્યાઓમાં મીડલએજ એટલે કે મધ્યમ વયની મહિલાઓમાં વધી છે. ઈએનટી નિષ્ણાંતોના મતે પ્રતિલાખ દર્દીમાં ૧થીપ મહિલાને આવી સમસ્યાઓ હોઈ શકે છે.જેમાં માથાનો દુખાવો, મગજનું પાણી નાક વાટે બહાર નીકળવુ તેમજ કાનમાં તમરા બોલવા અને ઘણીવાર આંખે ઝાંખુ દેખાવુ સહિતની સમસ્યાઓ મહિલાઓમાં આવી શકે છે.
સ્થૂળતાને કારણે મોટાભાગના લોકોને હાયપરટેન્શન, ડાયાબિટિસ અને સાંધાના દુઃખાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ એવું પણ શક્ય છે કે, મગજનું પ્રેશર પણ સ્થૂળતાને કારણે થાય છે. સામાન્ય રીતે બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ) ૩૨-૩૫થી વધુ હોય તોસ્ત્રીઓમાં મગજનું બેનિગ્ન ઈન્ટરક્રેનિયલ હાયપરટેન્શન વધી જાય છે. સામાન્ય રીતે મેનોપોઝ બાદ મહિલાઓમાં આ સમસ્યા થવાનું પ્રમાણ વધી જતું જોવા મળે છે.
ઇએનટી વિભાગના વડાએ જણાવ્યું કે ‘૪૮ વર્ષીય મહિલા દર્દી સારવાર માટે આવ્યા હતા. તેમનું બીએમઆઈ ૩૫થી વધુ હતું. તેમના નાકમાંથી સતત ચોખ્ખા પાણી જેવું પ્રવાહી આવી રહ્યું હતું. આ પાણીની તપાસ કરતાં તે સીએસએફ હોવાનું માલૂમ પડયું હતું. રેડિયોલોજી તપાસ કરતાં તેમના નાક અને મગજ વચ્ચેનું હાડકામાં ૩ એમએમનું કાણું છે. આ દર્દીનું એન્ડોસ્કોપીથી કોઈપણ ચીરા વગર નાકની અંદરથી આ કાણું બંધ કે કરાયું હતું. મગજનું પ્રેશર ઓછું કરવા માટે વજન ઓછું કરવું જરૂરી છે અને કેટલાક કેસમાં ન્યૂરોસર્જનની પણ જરૂર પડે છે. ૪૮ વર્ષીય આ મહિલાને છેલ્લા કેટલાક સમયથી નાકમાંથી સતત પાણી જેવું પ્રવાહી વહેવાની સમસ્યા હતી. ડોક્ટરોના મતે મેદસ્વિતાને કારણે ડાયાબિટિસ જ નહીં મગજનું પ્રેશર વધવાથી આ પ્રકારની સમસ્યા પણ સર્જાઈ શકે છે. જેમાં ખાસ કરીને માથાનો દુખાવો કે કાનમા તમરા બોલવા તેમજ ઝાંખુ દેખવા ડબલ દેખાવુ સહિતના સમસ્યાઓ સર્જાતી હોય છે.(૩૮.૧૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
