હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બે વર્ષમાં ૧૮૦૦ ધારાસભ્યો બનાવવાનો ભાજપનો નવો ટાર્ગેટ
૨૦૨૫માં સંખ્યા ૧૬૫૪ સુધી પહોંચી ગઈ છે, જે પાર્ટીના ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યા છે : ભાજપ ખાલી લોકસભામાં જ નહીં પણ રાજ્યોમાં પણ પોતાની રાજકીય પકડ સતત મજબૂત કરતી રહી છે

નવી દિલ્હી તા.૧૮: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપ હવે રાષ્ટ્રીય સ્તર પર પોતાની રાજકીય અસ્તિત્વને નવી ઊંચાઈ પર લઈ જવાની તૈયારીમાં છે. પાર્ટીનું ફોકસ હવે રાજ્ય વિધાનસભામાં પોતાની તાકાતને વધારે મજબૂત કરવા પર લગાવી રહી છે. આઈટી સેલ પ્રમુખ અમિત માલવીય અનુસાર, ભાજપના ધારાસભ્યનો આંકડો દેશભરમાં અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ સ્તર પર પહોંચી ચૂક્યો છે અને આગામી બે વર્ષમાં પાર્ટી ૧૮૦૦ એમએલએનો મોટો ટાર્ગેટ પ્રાપ્ત કરી શકે છે. આ દાવો એવા સમયે આવ્યો છે, જ્યારે બિહાર બાદ ભાજપનું મનોબળ ખૂબ જ મજબૂત થયું છે અને કેટલાય રાજ્યોમાં સંગઠનનો ઝડપી વિસ્તાર કરી રહ્યા છે.
માલવીયે કોંગ્રેસના ઐતિહાસિક કીર્તિમાનનો સંદર્ભ આપતા તુલના કરી છે. તેમણે યાદ અપાવ્યું છે કે ૧૯૮૫માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ ઊભી થયેલી સિમ્પથી વેવમાં કોંગ્રેસ પાસે લગભગ ૨૦૧૮ ધારાસભ્યો હતા. જે પાર્ટીનો અત્યાર સુધીનો હાઈએસ્ટ રેકોર્ડ છે. પણ માલવીય અનુસાર, આ શિખર કોંગ્રેસને વારસામાં મળ્યું હતું. તો વળી ભાજપે પોતાનો ઉદય રાજ્ય-દર-રાજ્ય, સીટ-દર-સીટ, સંઘર્ષ-દર-સંઘર્ષ કરીને મેળવ્યો છે. તેમનું કહેવું છે કે આજનો રાજકીય માહોલ ૮૦ના દાયકા જેવો સરળ નથી, તેમ છતાં ભાજપ સતત આગળ વધી રહી છે.
ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે, ૨૦૧૪માં ૧૦૩૫ ધારાસભ્યોથી શરૂઆત કરી પાર્ટીની સંખ્યા ૨૦૧૭માં વધીને ૧૩૬૫ થઈ ગઈ. વચ્ચે થોડા ઉતાર-ચડાવ આવ્યા, પણ ૨૦૨૧માં સતત વધારો થયો. ૨૦૨૩માં ભાજપ પાસે ૧૪૪૧ ધારાસભ્યો હતા, જે ૨૦૨૪માં વધીને ૧૫૮૮ થઈ ગયા અને ૨૦૨૫માં આ સંખ્યા ૧૬૫૪ સુધી પહોંચી ગઈ છે, જે પાર્ટીના ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યા છે.
વિશ્લેષકો અનુસાર, આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ ખાલી લોકસભામાં જ નહીં પણ રાજ્યોમાં પણ પોતાની રાજકીય પકડ સતત મજબૂત કરતી રહી છે. દરેક ચૂંટણીમાં નવા વિસ્તારમાં પગપેસારો કરી, સ્થાનિક નેતૃત્વનો ઉભાર પાર્ટીના ગ્રોથને ગતિ આપી રહ્યો છે. કોંગ્રેસ માટે પડકાર એ છે કે તેમનો હાઈએસ્ટ સ્કોર ત્રણ દાયકા પહેલા હતો અને તેવું પછી ક્યારેય થઈ શક્યું નથી. માલવીયનો મેસેજ સ્પષ્ટ છે. ભવિષ્ય એ જ પાર્ટીનું છે જે કામ કરે છે. નહીં કે ખાલી વારસા પર જીવતા રહે.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
