તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
મિકેનિક, પ્લમ્બર અને ઈલેક્ટ્રિશિયનને ૧ કરોડ રૂપિયા સુધીનો પગાર આપવા તૈયાર તો પણ અમેરિકામાં નથી મળી રહ્યા કામના માણસો !
અમેરિકા કુશળ મજૂરોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છેઃ અસર હવે ઓટો, સર્વિસ અને પ્રોડક્શન ક્ષેત્રોમાં સ્પષ્ટપણે દેખાય છે

વોશીંગ્ટન તા.૧૮: અમેરિકા કુશળ મજૂરોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. ફોર્ડના સીઈઓ જીમ ફાર્લેએ જણાવ્યું હતું કે કંપની લાખો કરોડોનો પગાર આપવા છતાં પણ મિકેનિક્સ અને ઇલેક્ટ્રિશિયન શોધી શકતી નથી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ અને તાલીમ પ્રણાલી નબળી પડી ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે દેશમાં પૂરતી પ્રતિભાનો અભાવ છે. આની અસર હવે ઓટો, સર્વિસ અને પ્રોડક્શન ક્ષેત્રોમાં સ્પષ્ટપણે દેખાય છે.
અમેરિકામાં એક મોટી મુશ્કેલી સામે આવી છે. ટેકનોલોજી અને ઓટો ઇન્ડસ્ટ્રી માટે પ્રખ્યાત આ દેશ હવે સ્કિલ્ડ વર્કર્સની તંગીનો સામનો કરી રહ્યો છે. ફોર્ડ મોટર કંપનીના સીઇઓ જીમ ફાર્લેએ જણાવ્યું કે, કંપની વાર્ષિક ૧ કરોડ રૂપિયા સુધી સેલેરી આપવા તૈયાર હોવા છતાં તેમને ૫૦૦૦ મેકેનિકની પોસ્ટ માટે લોકો નથી મળી રહ્યા.
ફાર્લેએ જણાવ્યું કે આ સમસ્યા માત્ર ફોર્ડ પૂરતી સીમિત નથી, પરંતુ સંપૂર્ણ અમેરિકા આ સંકટનો સામનો કરી રહ્યું છે. દેશભરમાં ૧૦ લાખથી વધારે મહત્વપૂર્ણ નોકરીઓ ખાલી છે, જેમાં પ્લંબર, ઇલેક્ટ્રિશિયન, ફેક્ટરી વર્કર્સ અને ટ્રક ડ્રાઇવર્સ જેવા રોલ સામેલ છે. ફોર્ડ સીઇઓએ ‘ઓફિસ અવર્સઃ બિઝનેસ એડિશન' પોડકાસ્ટમાં જણાવ્યું કે, આ એક વેક-અપ કોલ છે.
એજ્યુકેશન અને ટ્રેનિગમાં મોટી ખામી :- જીમ ફાર્લેએ કહ્યું કે, મુખ્ય સમસ્યા સિસ્ટમમાં છે. તેમણે સમજાવ્યું કે ફોર્ડ સુપર ડ્યુટી ટ્રકમાંથી ડીઝલ એન્જિન કેવી રીતે કાઢવું તે શીખવામાં લગભગ પાંચ વર્ષ લાગે છે, પરંતુ આજના યુવાનો પાસે એટલું ટેકનિકલ એક્સપોઝર નથી. તેમણે કહ્યું કે, આપણે આપણી આગામી જનરેશનને એવું શિક્ષણ નથી આપી રહ્યા જેવું આપણા દાદા-દાદીને મળ્યું હતું.
ફાર્લેએ યાદ કર્યું કે, તેમના દાદા ફોર્ડના શરૂઆતના કર્મચારીઓમાંના એક હતા અને તે નોકરીએ તેમના પરિવારને મિડલ ક્લાસ બનાવી દીધો હતો. આજે જ્યારે અમેરિકા હાઇ-ટેક પ્રોડક્ટ્સ અને ખ્ત્માં દુનિયાને લીડ કરી રહ્યું છે, પરંતુ મેન્યુઅલ સ્કિલ્સવાળા લોકોની જરૂર હોય તેવા સેક્ટરમાં પાછળ રહી ગયું છે. મોટી ફેક્ટરીઓ, સર્વિસ સેન્ટર્સ અને ટ્રકિગ નેટવર્કમાં લોકો નથી મળી રહ્યા, જેના કારણે પ્રોડક્શન અને સર્વિસ ડિલીવરી પર અસર પડી રહી છે.
ટ્રમ્પનો H-1B યૂ-ટર્ન :- ફોર્ડ સીઇઓના આ ચિતા એવા સમયે સામે આવી છે, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સ્વીકારી ચૂક્યા છે કે, અમેરિકા પાસે પર્યાપ્ત ટેલેન્ટ નથી. ફોક્સ ન્યૂઝના ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને H-1B વિઝા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘‘આપણે બહારથી ટેલેન્ટ લાવવું જ પડશે, કારણ કે આપણી પાસે અમુક ખાસ સ્કિલ્સ નથી.''
રસપ્રદ વાત એ છે કે, થોડા મહિના પહેલા ટ્રમ્પ સરકારે H1-B વિઝા પર ૧ લાખ ડોલરની અરજી ફી લગાવી હતી, જેના લીધે ટેક કંપનીઓ માટે વિદેશી વર્કર્સને હાયર કરવું મુશ્કેલ થઇ ગયું હતું. હવે ટ્રમ્પનો વિચાર બદલાઈ રહ્યો છે, કારણ કે ડોમેસ્ટિક સ્કિલ્ડ લેબરની કમી સ્પષ્ટ જોવા મળી રહી છે.
ઇન્ડસ્ટ્રીઝ પર અસર :- ફોર્ડ જેવી કંપનીઓના મેન્યુફેક્ચરિગ પર આ બાબતની સીધી અસર જોવા મળી રહી છે. હજારો ગાડીઓ એસેમ્બલી લાઇન પર અધૂરી પડી છે, કારણ કે ટ્રેઇન્ડ મિકેનિક નથી મળી રહ્યા. આ ઉપરાંત ઇલેક્ટ્રિશિયન અને પ્લંબર જેવા ટ્રેડ્સમાં ડિમાન્ડ એટલી વધી ગઇ છે કે, અમુક શહેરોમાં આ પ્રોફેશન વાર્ષિક ૧.૨ લાખ ડોલર એટલે કે લગભગ ૧ કરોડ રૂપિયા સુધી આપી રહ્યા છે. એક્સપર્ટ્સના મતે, જો સરકાર એજ્યુકેશન અને ટેક્રિકલ ટ્રેનિગમાં રોકાણ નહીં વધારે તો આગામી પાંચ વર્ષમાં અમેરિકન્સ માત્ર ઉત્પાદનમાં નુકસાન જ નહીં, પરંતુ સર્વિસ સેક્ટર પર પણ ગંભીર અસરોનો સામનો કરશે.
સ્કિલ્ડ મેનપાવર છે અસલી સંપત્તિઃ- એક્સપર્ટ્સ જણાવે છે કે, અમેરિકાના મિડલ ક્લાસને મજબૂત બનાવવામાં સ્કિલ્ડ ટ્રેડ્સનો ફાળો ખૂબ મોટો છે. હવે તે જ ગાયબ થવા લાગ્યો છે. જિમ ફાર્લેનું આ નિવેદન તે વાતનો પૂરાવો છે કે માત્ર AI કે સોફટવેર ડેવલપમેન્ટ દ્વારા કોઈ અર્થવ્યવસ્થા ન ચાલી શકે. દેશને એન્જાિનિયર્સની સાથે મેકેનિક, ટ્રક ડ્રાઇવર અને ઇલેક્ટ્રિશિયનની પણ એટલી જ જરૂરિયાત રહે છે.(૩૮.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
