News of Tuesday, 18th November 2025
પતિએ જુગારમાં પત્ની હારી : ૮ હેવાનોએ કર્યો બળાત્કાર; સસરા અને જેઠે પણ હવસ ઉતારી
પીડિતાની કહાની કાળજું કંપાવી દેશે...એક નવપરિણીત મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ પર ગેંગરેપ, એસિડ એટેક અને હત્યાના પ્રયાસના જઘન્ય આરોપો લગાવ્યા : આરોપ છે કે, જુગાર રમવાના વ્યસની તેના પતિએ તેની પત્નીને જુગારના ટેબલ પર જ દાવ લગાવી દીધો હતો

ગાઝિયાબાદ તા.૧૮: સંબંધો અને માનવતાને તાર-તાર કરનારી એક ભયાનક ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. બાગપતની એક નવપરિણીત મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ પર ગેંગરેપ, એસિડ એટેક અને હત્યાના પ્રયાસના જઘન્ય આરોપો લગાવ્યા છે.
એવો આરોપ છે કે, જુગાર રમવાના વ્યસની તેના પતિએ તેની પત્નીને જુગારમાં દાવ પર મૂકી દીધી હતી અને આખરે જુગાર હારતા તેની પત્નીને પણ હારી ગયો હતો. આથી, સાથે રમનારા ૮ હેવાનોઓએ તેની પત્ની પર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ, તેના સસરા, સાળા અને ભાભીએ પણ પીડિતાનું શારીરિક શોષણ કર્યું હતું. પીડિતા પોતાની કરુણ કહાની સાથે પોલીસ અધિક્ષકની ઓફિસ પહોંચી છે અને ન્યાય માટે વિનંતી કરી છે.
જણાવી દઈએ કે, નિવાડા ગામની રહેવાસી પીડિતાએ ૨૪ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ મેરઠના ખીવાઈ ગામના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પીડિતાનો આરોપ છે કે, લગ્નના થોડા જ દિવસોમાં તેની સપનાની દુનિયા નર્ક બની ગઈ હતી. તેનો પતિ, દારૂડિયા અને જુગારનો વ્યસની હતો. એક દિવસ, શરત હાર્યા પછી, તેનો પતિએ સંબંધો અને માનવતાને નેવે મૂકી દીધી હતી. પીડિતાનો આરોપ છે કે, તેના પતિએ તેને જુગારના ટેબલ પર દાવ પર મૂકી દીધી હતી.
પીડિતાના જણાવ્યા મુજબ, તેના પતિએ શરત હાર્યા બાદ, આઠ પુરુષોએ તેના પર એક પછી એક સામૂહિક બળાત્કાર કર્યો હતો. તેણીએ ત્રણ આરોપીઓ ઉમેશ ગુપ્તા (રહેવાસી ગાઝિયાબાદ), મોનુ (રહેવાસી ગાઝિયાબાદ) અને અંશુલ (રહેવાસી ગાઝિયાબાદ)ના નામ આપ્યા છે.
પીડિતાની કરૂણ કહાની જુગાર રમવા સુધી જ અટકી ન હતી. તેણીએ આરોપ લગાવ્યો કે, તેણીને તેના સાસરિયાના ઘરે પણ સતત અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. તેના સસરાએ તેણીને જાતીય સંબંધ માટે દબાણ કર્યું અને કહ્યું કે, જો તું દહેજ નહીં લાવે, તો તારે અમારા આદેશોનું પાલન કરવું પડશે અને અમને ખુશ કરવા પડશે. તેના જેઠ, અને નણદોઈએ પણ તેણીને જાતીય સંબંધ માટે દબાણ કર્યું હતું. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે તેના સાસરિયાઓએ તેણીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું.
પીડિતાએ કહ્યું કે, ત્રાસ અહીં જ અટક્યો નહીં. તેના પગ પર એસિડ રેડવામાં આવ્યું હતું. આ ત્રાસ પછી, તેણીને મારી નાખવાના ઇરાદાથી નદીમાં ધક્કો મારવામાં આવ્યો હતો. જોકે, પસાર થતા લોકોની મદદથી, તે કોઈક રીતે ભાગી ગઈ અને તેના માતાપિતાના ઘરે પહોંચી હતી. હાલમાં, પીડિતા તેના માતાપિતાના ઘરે છે, પરંતુ આરોપીઓ તેના પિતાને કેસ પાછો ખેંચવા માટે સતત ધમકી આપી રહ્યા છે.(૩૮.૪)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
