News of Tuesday, 18th November 2025
ચાલતી એમ્બ્યુલન્સમાં લાગી આગ, એક દિવસના બાળક સહિત ચાર લોકો આગમાં ભડથું : જુઓ વિડિયો
મોડાસાની રિચ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં એક દિવસના નવજાત બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી

અરવલ્લી તા.૧૮: મોડાસાના રાણાસૈયદ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત બન્યો છે. ચાલુ એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, નવજાત શિશુ અને તેમના પિતા એમ કુલ ચાર લોકોના મોત થયા છે. જ્યારે એમ્બ્યુલન્સ ચાલક સહિત ત્રણ લોકોનો બચાવ થયો છે. આ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક દિવસના બાળકને સારવાર માટે અમદાવાદ લાવતા હતા તે દરમિયાન આ ગોઝારી ઘટના બની છે. મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, મોડાસાની રિચ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં એક દિવસના નવજાત બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી. જેમાં ચાર લોકો બળીને ભડથું થઈ ગયા હતા. આ ગોઝારી ઘટનામાં દર્દી નવજાત બાળક સહિત કુલ ત્રણનાં આ દુર્ઘટનામાં મોત થયા છે. હિમતનગરના ડોક્ટર રાજ રેંટિયા, નર્સ ભાવિકા મનાત, એક દિવસનું નવજાત બાળક અને તેના પિતા જીગ્નેશભાઈ મોચીનું મોત થયું છે. આ સાથે એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા છે. જેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
