<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

ધુમ્મસની સિઝનને ધ્યાનમાં રાખી બીએસએફ દ્વારા સર્વેલન્સ વધુ મજબૂત બનાવવામાં આવ્યું: ૩ પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા: ૨૪૦ ભારતીય તસ્કરો સહિત ૧૯ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી

નવીદિલ્હી: સીમા સુરક્ષા દળ (બીએસએફ) એ ચાલુ વર્ષે પાકિસ્તાન દ્વારા થતી ઘૂસણખોરીના પ્રયાસો પર મોટી કાર્યવાહી કરી છે. બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ (પંજાબ ફ્રન્ટિયર) અતુલ ફુલઝેલે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાન તરફથી આવેલા ૨૫૫ ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. આ ડ્રોનનો ઉપયોગ મુખ્યત્વે હેરોઈન, હથિયારો અને વિસ્ફોટકોની તસ્કરી માટે કરવામાં આવી રહ્યો હતો. આગામી શિયાળામાં ધુમ્મસની ઋતુને ધ્યાનમાં રાખીને બીએસએફ દ્વારા સર્વેલન્સ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે, કારણ કે તસ્કરો ઓછી દૃશ્યતાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરતા હોય છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૩૨૯ કિલોગ્રામ હેરોઈન, ૧૬ કિલોગ્રામ મેથામ્ફેટામાઈન (આઈસ), ૧૯૧ નંગ હથિયારો, ૧૨ હેન્ડ ગ્રેનેડ અને ૧૦ કિલોગ્રામથી વધુ વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બીએસએફએ ૩ પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા છે અને ૨૪૦ ભારતીય તસ્કરો સહિત ૧૯ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી છે.

(11:43 AM IST)