<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

સાઉદી સરકાર ભારતીય નાગરિકોના મૃતદેહો નહીં સોંપે : ત્‍યાં જ અંતિમવિધિ : વળતર નહીં

સાઉદી અરેબિયામાં બસ-ટેન્‍કર અકસ્‍માતમાં મળત્‍યુ પામેલા ૪૫ ભારતીયોના મળતદેહોને સાઉદીમાં જ ધાર્મિક વિધિઓ અનુસાર દફનાવવાનો નિર્ણય

મક્કા-મદીના, તા.૧૮: સાઉદી અરેબિયામાં બસ-ટેન્‍કર અકસ્‍માતમાં મળત્‍યુ પામેલા ૪૫ ભારતીયોના મળતદેહોને સાઉદીમાં જ ધાર્મિક વિધિઓ અનુસાર દફનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. તેમના મળતદેહોને ભારત પરત મોકલવામાં નહીં આવે.

સાઉદી અરેબિયાના મક્કા-મદીના હાઇવે પર રવિવારે મોડી રાતે થયેલા ભયાનક બસ અકસ્‍માતમાં ૪૫ ભારતીય નાગરિકોના મોત થયા. આ અકસ્‍માત ત્‍યારે થયો જ્‍યારે ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસને પાછળથી એક ઝડપી ઇંધણ ટેન્‍કરે ટક્કર મારી દીધી. આ ભયાનક અકસ્‍માતમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત ૪૫ ભારતીય નાગરિકોના મોત થયા, જેમાંથી મોટાભાગના હૈદરાબાદના રહેવાસી હતા. આ દુઃખદ ઘટના બાદ, તેલંગાણા કેબિનેટે એક મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે કે માર્યા ગયેલા લોકોના મળતદેહને હવે ભારત લાવવામાં આવશે નહીં.

તેલંગાણા સરકારે જાહેરાત કરી છે કે બસ અકસ્‍માતમાં જીવ ગુમાવનારા ૪૫ ભારતીય યાત્રાળુઓના મળતદેહને તેમના ધાર્મિક રિવાજો અનુસાર સાઉદી અરેબિયામાં જ દફનાવવામાં આવશે. આ નિર્ણય સાઉદી અરેબિયાના કાયદા અને હજ અને ઉમરાહ મંત્રાલયના નિયમો અનુસાર લેવામાં આવ્‍યો છે. નિયમો અનુસાર, યાત્રાળુઓ જે તેમની યાત્રા પર નીકળતા પહેલા ઘોષણાપત્ર પર સહી કરે છે જો તેઓ સાઉદીની ધરતી પર મળત્‍યુ પામે છે તો તેમને ત્‍યાં દફનાવવામાં આવે છે. જો કે સરકારે પીડિતોના પરિવારો માટે એક ભાવુક પગલું ભર્યું છે. દરેક મળતકના પરિવારમાંથી બે સભ્‍યોને અંતિમ સંસ્‍કારમાં સામેલ થવા માટે સાઉદી અરેબિયા મોકલવામાં આવશે. ભારત સરકાર, રિયાધમાં ભારતીય દૂતાવાસ દ્વારા, સ્‍થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી તમામ ઔપચારિકતાઓ શકય તેટલી ઝડપથી પૂર્ણ થાય.

મળતકોના પરિવારોને તાત્‍કાલિક વળતર મળવું પણ મુશ્‍કેલ છે. સાઉદી અરેબિયામાં, સરકાર માર્ગ અકસ્‍માતો માટે સીધું વળતર આપતી નથી. વળતર ત્‍યારે જ મળી શકે છે કે જ્‍યારે પોલીસ તપાસમાં એવું સાબિત થાઈ જાય કે દુર્ઘટના ટેન્‍કર ડ્રાઈવર અથવા તેની કંપનીની ભૂલથી થઈ હતી. ભૂલ સાબિત થયા પછી પણ પરિવારે કાનૂની દાવો દાખલ કરવો પડશે. આ સમગ્ર કાનૂની પ્રક્રિયા લાંબી હોઈ શકે છે અને તેને પૂર્ણ થવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે. હાલમાં, તેલંગાણા સરકારે મળતકોના પરિવારોને સાંત્‍વના તરીકે ૫-૫ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

આ અકસ્‍માત ભારતીય સમય પ્રમાણે, રવિવારે મોડી રાત્રે ૧:૩૦ મદીનાથી લગભગ ૨૫ કિલોમીટર દૂર મુહરાસ નજીક થયો હતો. ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ રસ્‍તાની બાજુમાં ઊભી હતી, ત્‍યારે એક ઝડપી ઇંધણ ટેન્‍કરે તેને પાછળથી ટક્કર મારી દીધી. તે સમયે ઘણા મુસાફરો ઊંઘી રહ્યા હતા, જેના કારણે તેમને બચવાનો કોઈ મોકો મળ્‍યો નહીં. તેમાં ૪૬ લોકો સવાર હતા. મળતકોમાં ૧૮ મહિલાઓ, ૧૭ પુરુષો અને ૧૦ બાળકો સામેલ છે. આ અકસ્‍માતમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા મોહમ્‍મદ અબ્‍દુલ શોએબ (૨૪) નામના માત્ર એક ભારતીય મુસાફરનો જીવ બચી ગયો.

(3:12 PM IST)