News of Tuesday, 18th November 2025
પશ્ચિમ બંગાળના રાજભવન દ્વારા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીનો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
કલ્યાણ બેનર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, રાજભવનની અંદર બોમ્બ અને બંદૂકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ના હતી.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે, તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્યાણ બેનર્જી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજભવન દ્વારા હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કલ્યાણ બેનર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, રાજભવનની અંદર બોમ્બ અને બંદૂકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ પછી, ગઈકાલે સોમવાર, 17 નવેમ્બરના રોજ રાજભવનની તપાસ કરવામાં આવી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, રાજ્યપાલ સીવી આનંદ બોસે, કોલકાતા પોલીસ, રાજભવન પોલીસ, CRPF, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને રાજભવનમાં બોલાવ્યા હતા અને આખા રાજભવનની તપાસ કરાવી હતી. જોકે, કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ના હતી. આ પછી, રાજ્યપાલે TMC સાંસદ સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી હતી.
એવું અહેવાલ છે કે આજે મંગળવાર 18 નવેમ્બર ના રોજ, રાજભવને હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં તૃણમૂલ સાંસદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ સશસ્ત્ર બળવો ઉશ્કેરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 151 અને 152 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના બંધારણીય વડા વિરુદ્ધ ખોટા આરોપો લગાવવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 197 પણ લાગુ કરવામાં આવી છે. સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ 196(1) પણ લાગુ કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 153(1)(b), 153(1)(c), અને 153(2) પણ જાહેર અભિપ્રાય ઉશ્કેરવા માટે લાગુ કરવામાં આવી છે.
આ દરમિયાન, સેરામપુરથી તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીનું કહેવું છે કે, રાજભવનમાંથી પોલીસ સ્ટેશને પત્ર મોકલવાથી FIR નથી થતી. તેમણે કહ્યું, “હું રાજ્યપાલ સીવી આનંદ બોસ કરતાં કાયદાને વધુ સારી રીતે સમજું છું, જાણુ છું. તેમને જેમ કરવું છે તેમ કરવા દો. મને આવા હજારો સીવી આનંદ બોસ દેખાય છે. તે એક નકામા વ્યક્તિ છે, તેમણે ભડકાઉ નિવેદનો આપ્યા છે. બોસે જે કલમોનો ઉપયોગ કર્યો છે તે તેમની સામેના કેસમાં લાગુ થવી જોઈએ.”
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
