<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ગૂગલનો મોટો ધડાકો: ૨૨ નવેમ્બરે 'જેમિની ૩.૦ પ્રો' અને 'નેનો બનાના પ્રો' મોડેલ લોન્ચ કરશે

 

ગૂગલ આગામી ૨૨ નવેમ્બરના રોજ તેના અત્યાધુનિક એઆઈ મોડેલ્સ 'જેમિની ૩.૦ પ્રો' અને 'નેનો બનાના પ્રો' લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ નવા મોડેલ્સ વેબસાઈટ ડિઝાઈનિંગ અને ફોટોરિયલિસ્ટિક ઈમેજ બનાવવામાં ક્રાંતિ લાવશે તેવી શક્યતા છે.

 

વિગતવાર જોઈએ તો ગૂગલ એઆઈની દુનિયામાં પોતાનું વર્ચસ્વ ફરી જમાવવા માટે સજ્જ થયું છે. મળતી માહિતી મુજબ, કંપની ૨૨ નવેમ્બરના રોજ બે મોટા એઆઈ મોડેલ લોન્ચ કરી શકે છે. જેમાં 'જેમિની ૩.૦ પ્રો' અને ક્રિએટિવ કામો માટે ખાસ 'નેનો બનાના પ્રો'નો સમાવેશ થાય છે.

 

'જેમિની ૩.૦ પ્રો' એક ઓલ-ઇન-વન ક્રિએટિવ એન્જિન તરીકે કામ કરશે જે ડિઝાઈન, એનિમેશન અને કોડિંગને એકસાથે જોડીને જટિલ વેબસાઈટ પણ બનાવી શકશે. જ્યારે 'નેનો બનાના પ્રો' અત્યાર સુધીના સૌથી સચોટ અને વાસ્તવિક લાગે તેવા ફોટા, માંગા આર્ટ અને પેઈન્ટિંગ્સ બનાવવા માટે સક્ષમ હશે. 

 

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને લીક થયેલા ડેમો દ્વારા આ વાતને સમર્થન મળ્યું છે. ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી હરીફ કંપનીઓને ટક્કર આપવા માટે ગૂગલનું આ પગલું નિર્ણાયક સાબિત થઈ શકે છે.

(9:41 AM IST)