<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

એક્‍સ, ફેસબુક, ChatGPT સહિત કેટલીય વેબસાઈટ ડાઉન થઈ

કેટલાય યુઝર્સને એપ્‍લિકેશનનો ઉપયોગ કરવામાં સમસ્‍યા : કેટલાય પ્‍લેટફોર્મ્‍સના સર્વર ક્‍લાઉડફલેર પર હોસ્‍ટ કર્યા

નવી દિલ્‍હી તા.૧૯: દુનિયાભરમાં હજારો યુઝર્સ માટે એક્‍સ (ટ્‍વિટર), ફેસબુક સહિત કેટલાય સોશિયલ મીડિયા વેબસાઈટ અને મ્‍યૂઝિક સ્‍ટ્રીમિગ એપ સ્‍પોટિફાઈ ડાઉન થઈ ગયા છે. કેટલાય યુઝર્સને એપ્‍લિકેશનનો ઉપયોગ કરવામાં સમસ્‍યાનો રિપોર્ટ આપ્‍યો છે. કેટલાય પ્‍લેટફોર્મ્‍સના સર્વર ક્‍લાઉડફલેર પર હોસ્‍ટ કર્યા છે. જે વેબસાઈટ્‍સને સાઈબર હુમલાથી બચાવવા અને કંટેંટને ઝડપથી લોડ કરવામાં મદદ કરે છે. હવે ધીમે ધીમે યુઝર્સને સર્વિસેઝ મળવાની શરુ થઈ ગઈ છે.

એક્‍સ યુઝર્સે જણાવ્‍યું કે તેઓ ન તો એપને યોગ્‍ય રીતે એક્‍સેસ કરી શકે છે, ન કંટેંટ જોઈ શકે છે. આ ડાઉનટાઈમના કારણે યુઝર્સને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપયોગ કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

ક્‍લાઉડફલેરના ડાઉન થવાથી ઈન્‍ટરનેટના એક મોટા ભાગને અસર પડી છે. કારણ કે આ વેબસાઈટને સુરક્ષિત અને ઝડપી રાખવા માટે એક મુખ્‍ય સેવા પ્રદાતા છે. યુઝર્સ આ સમસ્‍યાને તરત ઠીક કરવાની માગ કરી રહ્યા છે.

કેટલીય સોશિયલ મીડિયા સાઈટ્‍સ અને એપ્‍સના સર્વર ક્‍લાઉડફલેર પર હોસ્‍ટ હોવાના કારણે મોટા પાયે આઉટેઝ આવ્‍યો છે. ક્‍લાઉડફલેર વેબસાઈટો માટે એક ડોમેન નેમ સર્વર અને એક ડાયરેક્‍ટરી તરીકે કામ કરે છે. હાલના મહિનામાં માસ આઉટેઝથી જોડાયેલું એક ટૂલ પણ રહ્યું છે.

ઈન્‍ટરનેટ ઉપયોગ કરતી વખતે યુઝર્સને અમુક વેબસાઈટ એક્‍સેસ કરવા પર એરર કોડ ૫૦૦ દેખાઈ રહ્યો છે. આ કોડ સીધા સર્વર અથવા વેબસાઈડના કોડમાં સમસ્‍યા તરફ ઈશારો કરે છે. આ ડાઉનટાઈમના કારણે સોશિયલ મીડિયા અને સ્‍ટ્રીમિગ સેવાઓ બાધિત થઈ છે.

(9:55 AM IST)