તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
દિલ્હી બ્લાસ્ટઃ અલ-ફલાહ ગ્રુપના ચેરમેનની ધરપકડ
ટ્રસ્ટ તરફથી કરોડો રૂપિયા પરિવાર સાથે જોડાયેલી કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા

ફરીદાબાદ,તા.૧૯: દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ હરિયાણાના ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી પર ગાળિયો કસી રહી છે. આ ક્રમમાં ઈડીએ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જ્વાદ અહમદ સિદ્દીકીની ધરપકડ કરી છે. તેને Prevention of Money Laundering Act (PMLA), ૨૦૦૨ની કલમ ૧૯ અંતર્ગત ધરપકડ કરી છે. આ કાર્યવાહી અલ-ફલાહ ગ્રુપ સાથે જોડાયેલા પરિસરો પર લેવામાં આવેલી તલાસી દરમિયાન એકઠા કરેલા પુરાવાના વિસ્તૃત વિશ્લેષણ બાદ કરવામાં આવી. ઈડીએ અલ-ફલાહ ગ્રુપ વિરુદ્ધ તપાસ બે જ્ત્ય્ના આધાર પર શરૂ કરી હતી, જે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નોંધી હતી. આરોપ છે કે અલ ફલાહ યુનિવર્સિટી, ફરીદાબાદના છાત્રો, વાલીઓ અને હિતધારકોને દગો આપવા અને ખોટો લાભ કમાવવાના ઈરાદાથી ફખ્ખ્ઘ્ માન્યતાને લઈને ખોટા અને ભ્રામક દાવા કર્યા. જ્ત્ય્માં એવું પણ કહેવાયું છે કે યુનિવર્સિટીએ UGC Act, ૧૯૫૬ની કલમ ૧૨(B) અંતર્ગત UGC માન્યતા હોવાનો ખોટો દાવો કર્યો, જ્યારે UGC એ સ્પષ્ટ કર્યું કે, અલ ફલાહ યુનિવર્સિટી ખાલી કલમ ૨(f) અંતર્ગત સ્ટેટ પ્રાઈવેટ યુનિવર્સિટી તરીકે સામેલ છે. તેણે ક્યારેય ૧૨(B) માટે અરજી નથી કરી. તે આ જોગવાઈ અંતર્ગત કોઈ પણ પ્રકારના અનુદાનને પાત્ર નથી.
ટ્રસ્ટની સ્થાપના ૧૯૯૫માં થઈ હતી, જેમાં જાવાદ અહમદ સિદ્દીકી પ્રથમ ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિયુક્ત થયા હતા. યુનિવર્સિટી અને કોલેજ સહિત ગ્રુપની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આ ટ્રસ્ટ હેઠળ આવે છે, જેને જાવાદ સિદ્દીકી અસરકારક રીતે નિયંત્રિત કરે છે. ૧૯૯૦ના દાયકાથી અલ-ફલાહ ગ્રુપ ઝડપથી મોટું થયું, પરંતુ આ વિસ્તરણ પૂરતા નાણાકીય આધારથી સમર્થિત ન હતું. EDએ ૧૮ નવેમ્બરે દિલ્હીમાં ૧૯ સ્થળોએ તપાસ કરી, જેમાં અલ-ફલાહ યુનિવર્સિટી અને ગ્રુપના મુખ્ય વ્યક્તિઓના નિવાસસ્થાનો પણ સામેલ હતા.
તપાસમાં સામે આવ્યું કે મોટી માત્રામાં ગુનાથી કમાયેલું ધન ઉત્પન્ન થયું હતું. પુરાવાઓથી જાણવા મળ્યું કે ટ્રસ્ટ તરફથી કરોડો રૂપિયા પરિવાર સાથે જોડાયેલી કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, બાંધકામ અને કેટરિગ કોન્ટ્રાક્ટ્સ ટ્રસ્ટ/જાવાદ સિદ્દીકી તરફથી તેમની પત્ની અને બાળકોની કંપનીઓને આપવામાં આવ્યા હતા.(૪૦.૯)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
