<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ઉદયપુરમાં ઘરેથી ભાગેલી એક સગીર છોકરીનું કોટામાં મોત થતાં પોલીસ દોડતી થઈ

દગાબાજ આશિકઃ પ્રેમમાં આંધળો થતાં છોકરીને લઈને ભાગ્‍યો, રસ્‍તામાં પ્રેમિકાનું મોત થતાં હોસ્‍પિટલમાં મૂકીને ભાગ્‍યો

 

કોટા,તા.૧૯: ઉદયપુરમાં ઘરેથી ભાગેલી એક સગીર છોકરીનું કોટામાં મોત થતાં પોલીસ દોડતી થઈ હતી. કોટાની નયાપુરા પોલીસ અને ઉદયપુર જિલ્‍લાની પોલીસે મૃતકાની લાશનું પોસ્‍ટમોર્ટમ કરી તેને પરિવારને સોંપી દીધી હતી. પણ હાલમાં છોકરીના મોતનો ખુલાસો થયો નથી. છોકરી સાથે કોણ છોકરો હતો, તેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આવા સમયે પોલીસ માટે આ કેસ મોટી ચેલેન્‍જ બની ગયો છે. હાલમાં પોલીસ આ કેસના તળિયા સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ઉદયપુરના અંબા માતા વિસ્‍તારમાં છાત્રાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. છાત્રાના પરિવારે તેના માટે મનીષ નામના યુવકને જવાબદાર ગણાવ્‍યો હતો. મનીષનો હાલમાં કોઈ પત્તો નથી લાગતો. પરિવારે મનીષ પર પહેલાથી દીકરી સાથે છેડતી કરી તેને હેરાન કરવાનો આરોપ લગાવ્‍યો છે. પરિવારનું કહેવું છે કે મનીષ ગુનાહિત સ્‍વભાવનો છોકરો છે. તેને ઘણી વાર પ્રતિબંધિત પણ કરાવ્‍યો છે, તેમ છતાં તે સગીર દીકરીને ભગાડીને લઈ ગયો. પરિવારે આ મામલામાં ફટાફટ તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

 તપાસ અધિકારી રણજીત સિહે જણાવ્‍યું કે બૂંદી નિવાસી ૧૭ વર્ષિય છોકરી પોતાના મોસાળમાં ઉદયપુરમાં રહેતી હતી. કહેવાય છે કે પ્રેમ પ્રસંગના કારણે ૧૪ સપ્‍ટેમ્‍બરના રોજ છોકરી ઘરેથી કહ્યા વિના ગુમ થઈ ગઈ હતી. ૧૬ નવેમ્‍બરના રોજ તે ઉદયપુરથી બસમાં બેસીને કોટા આવી રહી હતી. આ સમયે તેની સાથે એક છોકરો પણ હતો. આ દરમ્‍યાન અચાનક તેની તબિયત ખરાબ થઈ. તે પછી છોકરો તેને એમબીએસ હોસ્‍પિટલમાં લઈને આવ્‍યો, પણ ત્‍યાં તેનું મોત થઈ ગયું.

છોકરીના મોત બાદ તેની સાથે જે છોકરો હતો, તે ગાયબ થઈ ગયો. હાલમાં તેનો કોઈ પત્તો નથી. નયાપુરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ છોકરો કોણ હતો, તેની હાલમાં પુષ્ટિ થઈ નથી. પણ પરિવારે દીકરી ગુમ થયા બાદ મનીષ નામના યુવક પર તેને ભગાડી જવાનો આરોપ લગાવ્‍યો છે.

પરિવારે રિપોર્ટના આધાર પર માન્‍યું કે તે છોકરો મનીષ જ હતો. હાલમાં પોલીસે આ કેસમાં કેટલાય એંગલથી તપાસ કરી રહી છે. આશા છે કે જલદી આ કેસમાં મોટો ખુલાસો થઈ શકે છે. (૪૦.૫)

(10:06 AM IST)