News of Wednesday, 19th November 2025
દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ‘સીવીયર''
વજીરપુર, નોબેજ પાર્ક-પ તથા બવવાનામાં એકયુઆઇ પ૩૦ થી પ૭૮ વચ્ચે નોંધાયો : આજે સવારથી લોકોમાં સ્વાસ્થ્યને લગતી ફરિયાદોમાં વધારોઃ સરકારી-તંત્રને તુરત પગલા લેવા સ્થાનીકોની માંગ

નવી દિલ્હીઃ તા. ૧૯, રાજધાની દિલ્હી-NCR માં આજે સવારે પ્રદુષણનું સંકટ ઘેરૂ બન્યુ છે. ધુમાડો, ધુમ્મસ અને ઠંડા પવનો સ્થિર થવાથી શહેરની હવા ઝેરીલી બની છે. આજે સવારથી લોકોમાં આંખો બળવી, ગળામાં ખારાશ અને છાતીમાં ભારે પણાની ફરિયાદ ઉઠી છે. સ્થિતિ એવી છે કે હવામાં ભળેલ સુક્ષ્મકણ PM2.5 સામાન્યથી અનેક ગણો ઉપર પહોંચ્યો છે અને સતત બગડી રહયો છે.
આજે સવારે રાજધાનીમાં પ્રદુષણ સ્તર ‘‘સીવીયર'' શ્રેણીમાં પહોંચી ગયો છે. વજીરપુર, નોલેજ પાર્ક-પ, તથા બવાનામાં પ૩૦ થી પ૭૮ વચ્ચે એકયુઆઇ નોંધાયો છે. જે સીધો સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરનાર શ્રેણી છે.
ત્યારબાદ ડીટીયુ દિલ્હી અને જહાંગીરપુરી જેવા વિસ્તારોમાં પણ એકયુઆઇ પ૦૦ આસપાસ નોંધાયો છે, જે ખતરનાક સ્તરે છે. આંકડાઓ સ્પષ્ટ ઇશારો કરે છે કે દિલ્હી અને NCR ના ઘણાં ભાગોમાં હવા ઝેરીલા સ્તરે પહોંચી ચૂકી છે.
આ બગડતી સ્થિતિને લઇને દિલ્હીમાં હાલમાં પ્રદુષણ વિરોધી પ્રદર્શનો વધી રહયા છે જેમાં સામાજીક સંગઠનો, વિદ્યાર્થીઓ તથા સ્થાનીય નિવાસીઓએ માર્ચ કાઢી સરકાર અને તંત્રને તાત્કાલીક પ્રદુષણની સ્થિતિ સુધારવા કામગીરી કરવા માંગ કરી રહયા છે.
પ્રદર્શનકારીઓએ જણાવેલ કે, સતત ખૂબ જ ખરાબ અને સીવીયર સ્તરે પ્રદુષણ હોવા છતાં કોઇ પ્રભાવી પગલા જમીની સ્તરે જોવા નથી મળી રહયા અને સામાન્ય લોકો ઉપર ખતરો વધી રહયો છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
