News of Wednesday, 19th November 2025
આંધ્રપ્રદેશમાં ૭ નકસલીઓ ઠારઃ સુરક્ષાદળો અને નકસલીઓ વચ્ચે ગોળીબાર
મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશઃ સર્ચ ઓપરેશન શરૂ

નવી દિલ્હી, તા.૧૯: આંધ્રપ્રદેશના મારેડુમિલી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે સતત બીજી એન્કાઉન્ટરમાં સાત નક્સલીઓ માર્યા ગયા. મળતકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મળતકોમાં એક શ્રીકાકુલમની રહેવાસી જોખા રાવ હતી.
નક્સલી વિરોધી કાર્યવાહીના ભાગ રૂપે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામરાજુ જિલ્લાના મારેડુમિલી વિસ્તારમાં સતત બીજા દિવસે પણ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ રહ્યું. સવારે થયેલા એન્કાઉન્ટરમાં સાત નક્સલીઓ માર્યા ગયા. એક દિવસ પહેલા, આ જ વિસ્તારમાં ટોચના નક્સલી કમાન્ડર માધવી હિડમા સહિત છ માઓવાદીઓ માર્યા ગયા હતા.
એડીજી (ઇન્ટેલિજન્સ) મહેશ ચંદ્ર લદ્દાએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. આજે સવાર સુધીમાં, ત્રણ મહિલાઓ સહિત સાત નક્સલીઓ માર્યા ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારનું એન્કાઉન્ટર મંગળવારના પહેલા એન્કાઉન્ટરના સ્થળથી લગભગ સાત કિલોમીટર દૂર થયું હતું.
સવારે લગભગ ૭ વાગ્યે સુરક્ષા દળો અને છુપાયેલા નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું, જેના કારણે આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. મળત નક્સલીઓમાંથી એકની ઓળખ મેટુરી જોખા રાવ ઉર્ફે ટેક શંકર તરીકે થઈ.
જોખા રાવ આંધ્ર-ઓડિશા બોર્ડર ક્ષેત્રમાં નક્સલી સંગઠનની સેન્ટ્રલ કમિટી સાથે સંકળાયેલો હતો. તેને નક્સલી કામગીરીમાં નિષ્ણાત માનવામાં આવતો હતો. એક અધિકારીએ જણાવ્યું કે શંકર શષાો, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ અને ટેકનિકલ નેટવર્ક બનાવવામાં નિષ્ણાત હતો.
જોખા રાવ શ્રીકાકુલમનો રહેવાસી હતો અને લગભગ ૨૦ વર્ષથી નક્સલી પ્રવળત્તિઓમાં સામેલ હતો. ચાલુ સુરક્ષા કામગીરીને કારણે તેની હિલચાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દક્ષિણ ભારતમાં સંગઠનને પુનર્જીવિત કરવાના પ્રયાસમાં તે તાજેતરમાં સક્રિય થયો હતો. અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે.
ચાલુ શોધ કામગીરીને ધ્યાનમાં રાખીને, સુરક્ષા દળોએ આશંકા વ્યક્ત કરી છે કે આ વિસ્તારમાં વધુ નક્સલી જૂથો સક્રિય હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મારાડુમિલીમાં અને તેની આસપાસના વિસ્તારમાં સંગઠન દ્વારા કોઈપણ સંભવિત પુનર્ગઠન પ્રયાસોને રોકવા માટે કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
