News of Wednesday, 19th November 2025
નેતન્યાહૂ હમાસ સાથે સંપૂર્ણ રીતે લડવાના મૂડમાં! ઇઝરાયલે લેબેનોન પર હવાઈ હુમલો કર્યોઃ ૧૩ લોકોના મોત
ઇઝરાયલે દાવો કર્યો હતો કે લક્ષ્ય હમાસના સભ્યો હતા, જ્યારે હમાસે આ આરોપોને ‘જૂઠાણા અને બનાવટી' ગણાવીને ફગાવી દીધા

નવી દિલ્હી, તા.૧૯: દક્ષિણ લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર નજીક ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૩ લોકો માર્યા ગયા છે. દેશના આરોગ્ય મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. ઇઝરાયલે દાવો કર્યો હતો કે લક્ષ્ય હમાસના સભ્યો હતા, જ્યારે હમાસે આ આરોપોને જૂઠાણા અને બનાવટી ગણાવીને ફગાવી દીધા છે.
ઇઝરાયલી સૈન્ય એ કહ્યું કે તેણે ઈન અલ-હિલ્વે વિસ્તારમાં હમાસના તાલીમ સંકુલને નિશાન બનાવ્યું. તેમના મતે, આ સ્થાનનો ઉપયોગ ઇઝરાયલ પર હુમલાઓની યોજના બનાવવા અને અમલમાં મૂકવા માટે કરવામાં આવી રહ્યો હતો. હમાસે જવાબ આપતા કહ્યું કે આ દાવો સંપૂર્ણપણે બનાવટી છે અને પેલેસ્ટિનિયન શિબિરોમાં તેમનો કોઈ લશ્કરી થાણા નથી.
લેબનીઝ આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે મળતકો ઉપરાંત, ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં એઈન અલ-હિલ્વે કેમ્પની સાંકડી શેરીઓમાંથી એમ્બ્યુલન્સ ઝડપથી દોડી રહી હતી, જેમાં આ વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. અહેવાલો દર્શાવે છે કે હુમલો એક મસ્જિદની બહાર થયો હતો, જ્યાં સામાન્ય રીતે રાત્રે ભીડ હોય છે.
હમાસે હુમલાની નિંદા કરતા કહ્યું કે ઇઝરાયલી લક્ષ્ય ખરેખર એક ખુલ્લું રમતનું મેદાન હતું, લશ્કરી થાણું નહીં. IDF એ કહ્યું કે તેણે હુમલા પહેલા નાગરિક જાનહાનિ અટકાવવા માટે ચોકસાઇવાળા શષાો, હવાઈ દેખરેખ અને વધારાની ગુપ્ત માહિતીૅનો ઉપયોગ કર્યો હતો.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
