<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ચાંદીમાં પુનઃ તેજીનો ચળકાટ : ૪૦૦૦ રૂા.નો ઉછાળો : સોનામાં ૧૨૦૦ રૂા. વધ્‍યા

ચાંદીના ભાવ વધીને ૧,૬૦,૦૦૦ રૂા. અને સોનાના ભાવ વધીને ૧,ર૭,૨૦૦ રૂા. થયા

 

રાજકોટ, તા., ૧૯: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં બે દિ' મંદી રહયા બાદ આજે ફરી તેજીનો ચળકાટ જોવા મળ્‍યો હતો. ચાંદીમાં એક જ ઝાટકે ૪૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો અને સોનામાં ૧૨૦૦ રૂા. વધ્‍યા હતા.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીના ભાવમાં ૪૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,પ૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૬૦,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

ચાંદીની સાથે સોનામાં પણ ૧૨૦૦ રૂપીયા વધ્‍યા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૨૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,ર૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,ર૭,૨૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં ૧૨,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧ર,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧ર,૭૨,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંદીને કારણે છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૩૦૦૦ રૂપીયા અને સોનામાં ૧પ૦૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. જો કે બંને કિંમતી ધાતુઓમાં ફરી તેજી જોવા મળી રહી છે. (૪.૧૨)

(4:15 PM IST)