<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

આ પેન્‍ટિંગે હરાજીમાં બધા જ રેકોર્ડ તોડી નાખ્‍યા, ૨૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુમાં વેચાયું

ખરીદવા માટે છ પાર્ટીઓ વચ્‍ચે લગભગ ૨૦ મિનિટ સુધી બોલી લગાવવામાં આવી

નવી દિલ્‍હી, તા.૧૭: ઓસ્‍ટ્રિયાના કલાકાર ગુસ્‍તાવ ક્‍લિમ્‍ટ દ્વારા બનાવવામાં આવેલી એક પેન્‍ટિંગ મંગળવારે ૧૮ નવેમ્‍બરે અમેરિકાના ન્‍યુ યોર્ક શહેરમાં ૨૩૬.૪ મિલિયન ડોલારમાં વેચાયું હતું. ભારતીય કરન્‍સીમાં આ રકમ રૂ. ૨૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય છે. આ પેન્‍ટિંગે રેકોર્ડ બનાવ્‍યો છે, કારણ કે હરાજીમાં વેચાયેલું આ અત્‍યાર સુધીનું બીજું સૌથી મોંઘું પેન્‍ટિંગ બની ગયું છે. એને ખરીદવા માટે છ પાર્ટીઓ વચ્‍ચે લગભગ ૨૦ મિનિટ સુધી બોલી લગાવવામાં આવી.

આ પેન્‍ટિંગનું નામ એલિઝાબેથ લેડરરનું પોર્ટ્રેટ છે. તેમાં ગુસ્‍તાવ ક્‍લિમ્‍ટના સૌથી મોટા સંરક્ષક (જે કલાકારને ફંડિંગ આપતા હતા)ની પુત્રીને સફેદ શાહી ચાયનીઝ વષાોમાં બતાવવામાં આવી છે. તેઓ એશિયન-પ્રેરિત ડિઝાઇનવાળી વાદળી ટેપેસ્‍ટ્રીના પાછળ ઊભેલી જોવા મળે છે. આ પેન્‍ટિંગ ક્‍લિમ્‍ટે ૧૯૧૪થી ૧૯૧૬ દરમિયાન બનાવી હતી.

ગુજરાતના લિલામીના ઇતિહાસમાં અત્‍યાર સુધી વેચાયેલા સૌથી મોંઘા પેન્‍ટિંગ લિયોનાર્ડો દા વિન્‍ચીની સેલ્‍વેટર મુન્‍ડી છે, જે ૨૦૧૭માં ૪૫૦ મિલિયન ડોલારમાં વેચાયું હતું.

આ હરાજીનું મેનેજમેન્‍ટ સોથેબીઝે કર્યું હતું, પરંતુ આ પેન્‍ટિંગ કોણે ખરીદ્યું છે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સોથેબીએ મંગળવારની હરાજી વિશે કહ્યું હતું કે આટલું વિશાળ કક્ષાનું અને ક્‍લિમ્‍ટના શિખર સમય (૧૯૧૨-૧૭)નું ફુલ-લેન્‍થ સોસાયટી પોર્ટ્રેટ પેઇન્‍ટિંગ્‍સ અત્‍યંત દુર્લભ છે આજે રજૂ કરાયેલું પેન્‍ટિંગ એ -ાઈવેટ કલેકશનમાં બાકી રહેલી એવી બે કમિશન્‍ડ પોર્ટ્રેટ્‍સમાંનું એક હતું.

ગુસ્‍તાવ ક્‍લિમ્‍ટનાં પેઇન્‍ટિંગ્‍સ અગાઉ પણ ભારે કિંમતે વેચાઈ ચૂકયાં છે. તેમના પેઇન્‍ટિંગ માટેનો છેલ્લો હરાજી રેકોર્ડ લેડી વિથ અ ફેનને નામે હતો, જે ૨૦૨૩માં લંડનમાં ૮૫.૩ મિલિયન પાઉન્‍ડ (઼૧૦૮.૮ મિલિયન)માં વેચાયું હતું

(3:51 PM IST)