News of Wednesday, 19th November 2025
નીતિશ કુમારને મત દીધો છે, તેની પાસે સારવાર કરાવો...
મહિલા દર્દીને સરકારી ડોકટરે આપ્યો ગજબનો : દર્દીનો વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગે આ બાબતની નોંધ લીધી

વૈશાલી, તા.૧૯: વૈશાલી જિલ્લામાં એક સરકારી ડોક્ટરે એક મહિલાની સારવાર કરવાનો ઇનકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહનાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડોક્ટરે એક ઘાયલ મહિલા દર્દીને ટોણો મારતા કહ્યું કે, તે નીતિશ કુમારને મત આપ્યો, તેમની પાસેથી જ સારવાર લઈ લો.
આ ઘટના ગઈ કાલે મંગળવારે બની હતી. મહનાર બ્લોકના લવાપુર નારાયણ પંચાયતની રહેવાસી સુમન દેવી, તેના દેવર મુકેશ પાસવાન દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ, ઘાયલ હાલતમાં સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચી હતી. મહિલાનો આરોપ છે કે, હોસ્પિટલમાં તેની સાથે રાજકીય હરીફ જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. બહાર આવતાં, તેણીએ પત્રકારોને જણાવ્યું કે, જ્યારે તેણી સારવાર માટે આવી, ત્યારે ફરજ પરના ડૉક્ટરે કહ્યું કે, અમે તારી સારવાર નહીં કરી શકીએ. તારી સારવાર નીતિશ કુમાર કરશે.
દર્દીએ કહ્યું કે,જ્યારે અમે સારવાર માટે પહોંચ્યા, ત્યારે ફરજ પરના ડૉક્ટરે કહ્યું કે, અમે તારી સારવાર નહીં કરી શકીએ. તારી સારવાર નીતિશ કુમાર કરશે.
મહિલાના જણાવ્યા મુજબ, તેણીએ ડૉક્ટરને કહ્યું કે, સરકારી યોજના હેઠળ મળેલા પૈસા ફક્ત તેણીને જ નહીં, પરંતુ બધી જાતિના લોકોને મળ્યા છે. આ જવાબ પછી, તેણીને ફક્ત એક જ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ડૉક્ટરના વર્તનને મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મહિલાઓને આપવામાં આવતી રૂ.૧૦,૦૦૦ ની યોજના સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, મહિલા દર્દી પ્રત્યે ડૉક્ટરનું રાજકીય રીતે દુર્ભાવનાપૂર્ણ વર્તન સરકારી યોજનાઓ પ્રત્યેના અસંતોષને કારણે હતું.
સુમન દેવીએ તેના દેવર મુકેશ પાસવાન પર નશો કરીને વારંવાર શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેણીએ જણાવ્યું હતું કે, તેણે તેના બાળકને છત પરથી ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ વિવાદ તુલસીના છોડને પાણી આપવા જેવી નજીવી બાબતને લઈને શરૂ થયો હતો. છોડને પાણી આપતા તેનું પાણી દેવરના ઘર સુધી પહોંચી ગયું હતું, જેના કારણે ઝઘડો થયો હતો.
દર્દી સુમન દેવીનો વીડિયો વાયરલ થયા બાદ, આરોગ્ય વિભાગે આ બાબતની નોંધ લીધી હતી. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મહનારના મેડિકલ ઓફિસરે પુષ્ટિ કરી હતી કે, તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, તપાસમાં દોષિત કોઈપણ આરોગ્ય કાર્મચારી કે ડૉક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘાયલ દર્દી સુમન દેવી હવે તેના દેવર સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ છે. સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા સારવારનો ઇનકાર અને રાજકીય ટોણા મારવાથી સરકારી આરોગ્ય વ્યવસ્થાની નૈતિકતા અને કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
