News of Wednesday, 19th November 2025
ફલાહ યુનિવર્સિટીના સ્થાપકને 13 દિવસના ઇડી રિમાન્ડ પર : યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 10 લોકો ગુમ: ફોન સ્વિચ ઓફ
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ફરીદાબાદ પોલીસ દ્વારા યુનિવર્સિટીમાં દરોડા બાદ ગુમ લોકો મળ્યા

નવી દિલ્હી : દિલ્હીની સાકેત કોર્ટે અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જવાદ અહેમદ સિદ્દીકીને 13 દિવસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રિમાન્ડ પર મોકલ્યા છે. તેઓ 1 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે.
સૂત્રોના અહેવાલ મુજબ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતા અને અભ્યાસ કરતા 10 થી વધુ લોકો ગુમ છે. ગુમ થયેલા વ્યક્તિઓમાંથી ત્રણ કાશ્મીરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ફરીદાબાદ પોલીસ દ્વારા યુનિવર્સિટીમાં દરોડા પાડવામાં આવ્યા બાદ 10 લોકો ગુમ મળી આવ્યા હતા. તેમના ફોન બંધ છે. તપાસ એજન્સીઓ તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
