હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ: આનંદ વિહારમાં એક્યુઆઈ ૪૨૦ પર પહોંચતા લોકોના શ્વાસ રૂંધાયા

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણે માઝા મૂકી છે. સમગ્ર શહેરમાં ધુમ્મસ અને પ્રદૂષણની જાડી ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે દૃશ્યતા (વિઝિબિલિટી) માં પણ ઘટાડો થયો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) ના તાજેતરના આંકડા મુજબ, આનંદ વિહાર વિસ્તારમાં હવાની ગુણવત્તાનો સૂચકાંક એટલે કે એક્યુઆઈ ૪૨૦ નોંધાયો છે. આ આંકડો 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આટલી ખરાબ હવામાં શ્વાસ લેવો એ દિવસમાં અનેક સિગારેટ પીવા બરાબર છે. પ્રદૂષણને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળામાં દુખાવાની ફરિયાદો વધી રહી છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
