<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

જે હિન્‍દુ મહિલાઓને સંતાનો નથી તેમણે ચોક્કસ વસિયત બનાવવું જોઈએ

વસિયતનામું હોય તો સંપત્તિની મરજી મુજબ વહેંચણી કરી શકાયઃ સુપ્રીમ

નવી દિલ્‍હી,તા.૨૦: સુપ્રીમ કોર્ટે તમામ મહિલાઓને, એમાંય ખાસ કરીને જે હિન્‍દુ વિધવા મહિલાઓ અને જેમને બાળકો નથી તેવી મહિલાઓને વિનંતી કરી છે કે એ પોતાની મરજી પ્રમાણે વસિયત બનાવે, જેથી સુનિヘતિ થઈ શકે કે પોતાની સંપત્તિ ઈચ્‍છાનુસાર આપી શકાય અને ભવિષ્‍યમાં તેમના માતા-પિતા અને સસરાવાળાઓની વચ્‍ચે કોર્ટ-કેસથી પણ બચી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તમામ મહિલાઓને અને ખાસ કરીને તમામ હિન્‍દુ મહિલાઓ - પછી તેમની ઉંમર ગમે તેટલી હોય, જે હિદુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬ ની કલમ ૧૫(૧) અંતર્ગત આવવાની શક્‍યતા ધરાવે છે, તેમને અપીલ કરીએ છીએ કે એ હિન્‍દુ ઉતરાધિકાર કાયદાની કલમ ૩૦ અને ભારતીય ઉતરાધિકાર કાયદાની જોગવાઈઓની અનુસાર પોતાની કમાણીની સંપત્તિઓ સહિત પોતાની સંપત્તિનું વસિયત બનાવવા માટે ત્‍વરિત પગલાં ભરે. અમે આવું ફક્‍ત આ દેશની મહિલાઓની હિતોની સુરક્ષા માટે નહીં, પરંતુ ખાસ કરીને હિન્‍દુ મહિલાઓના હિતોની સુરક્ષા માટે કરી રહ્યા છીએ, જેથી ભવિષ્‍યમાં કોઈ પણ કેસથી બચી શકાય. બુધવારે જસ્‍ટિસ બી.વી.નાગરત્‍ના અને જાસ્‍ટિસ આર.મહાદેવનની બેન્‍ચે દેશની તમામ મહિલાઓને ઉપાય સૂચવ્‍યો છે.

આ સૂચનની સાથે સુપ્રીમ કોર્ટે હિન્‍દુ ઉતરાધિકાર કાયદાની જોગવાઈની વિરુદ્ધ એક મહિલા વકીલની અરજીનો નિકાલ કર્યો, જેમાં જોગવાઈ છે કે કોઈ સંતાનવિહોણી મહિલા, જેના પતિનું મૃત્‍યુ થઈ ગયું છે, તેની સંપત્તિ માતા અને ભાઈ-બહેનને બદલે પતિના ઉતરાધિકારીને મળશે. 

 

(1:30 PM IST)