<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

યુક્રેનના ટર્નોપિલ શહેર પર રશિયાનો સૌથી મોટો ડ્રોન હુમલો, ૬ બાળકો સહિત ૨૫ના મોત

આ હુમલો રાત્રિના સમયે થયો, જેમાં ટર્નોપિલના બે નવ માળના એપાર્ટમેન્‍ટ બિલ્‍ડિંગ્‍સને નિશાન બનાવવામાં આવી : હુમલામાં ૧૨૫ લોકો ઘાયલ થયા છે, જેમાં ૧૫ બાળકો સામેલ છે

મોસ્‍કો તા.૨૦: રશિયાએ યુક્રેનના ટર્નોપિલ શહેરમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. હુમલામાં અત્‍યાર સુધીમાં ૪ બાળકો સહિત ૨૫ લોકોના મોત થયા છે. યુક્રેનના આંતરિક મંત્રાલયે જણાવ્‍યું કે, હુમલામાં ૧૨૫ લોકો ઘાયલ થયા છે, જેમાં ૧૫ બાળકો સામેલ છે. ફેબ્રુઆરી ૨૦૨૨થી શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ આ પヘમિી યુક્રેનમાં સૌથી ઘાતક હુમલામાંથી એક મનાય રહ્યો છે.

આ હુમલો રાત્રિના સમયે થયો, જેમાં ટર્નોપિલના બે નવ માળના એપાર્ટમેન્‍ટ બિલ્‍ડિંગ્‍સને નિશાન બનાવવામાં આવી. આંતરિક મંત્રી ઇગોર ક્‍લિમેંકોએ કહ્યું કે, ઇમરજન્‍સી ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ કરી રહી છે. પ્રાથમિક રિપોર્ટમાં ઓછામાં ઓછા ૩૭ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ હતા, જેમાં ૧૨ બાળકો સામેલ હતા.

યુક્રેની વાયુસેનાના અનુસાર, રશિયાએ યુક્રેનના ઠેકાણાઓ પર ૪૭૬ સ્‍ટ્રાઇક અને ડિકોય ડ્રોન અને ૪૮ અલગ અલગ પ્રકારની મિસાઈલો છોડી. રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્‍સ્‍કી એ કહ્યું કે, સામાન્‍ય લોકો પર દરેક હુમલો એ બતાવે છે કે રશિયા પર યુદ્ધ રોકવાનું દબાણ કામ નથી કરી રહ્યું.

ઝેલેન્‍સ્‍કીએ કહ્યું કે, તેઓ તૂર્કિયેના રાષ્ટ્રપ્રમુખ રઝબ તૈય્‍યપ એર્દોગનને મળશે. તેમને ઉદ્દેશ્‍ય રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્‍લાદિમીર પુતિન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવા અને શાંતિ સ્‍થાપવાનો છે. તેઓ તૂર્કિયેમાં શાંતિ સુનિヘતિ કરવાની રસ્‍તાઓ પર ચર્ચા કરશે.

યુક્રેનના અન્‍ય વિસ્‍તારોમાં પણ રશિયાના હુમલામાં ઓછામાં ઓછા ૫૦ લોકો ઘાયલ થયા. રોમાનિયા અને પોલેન્‍ડે પોતાના હવાઈ ક્ષેત્રની સુરક્ષા માટે ફાઈટર જેટ્‍સ તૈનાત કર્યા છે. રોમાનિયામાં બે યુરો ફાઇટર ટાઇફૂન અને બે જ્‍-૧૬ વિમાનોએ ઉડાન ભરી. પોલેન્‍ડમાં એરપોર્ટ્‍સ રાત્રે બંધ કરી દેવાયા.

ખાર્કિવમાં રશિયાના ડ્રોન હુમલામાં ૪૬ લોકો ઘાયલ થયા, જેમાં બે યુવતીઓ સામેલ હતી. ડ્રોને અનેક મકાનો, એમ્‍બ્‍યુલન્‍સ સ્‍ટેશન, સ્‍કૂલ અને અન્‍ય નાગરિક બાંધકામોને નુકસાન પહોંચાડ્‍યું.

રશિયન ડિફેન્‍સ મિનિસ્‍ટ્રીના અનુસાર, યુક્રેને વોરોજનેજ શહેર પર ચાર અમેરિકન ATACMS મિસાઈલો છોડી. તમામ મિસાઈલો ઇન્‍ટરસેપ્‍ટ કરી લેવાઈ, પરંતુ તેનો કાટમાળ એક અનાથાશ્રમ અને જેરેનોલોજી સેન્‍ટર પર પડ્‍યો. હુમલામાં કોઈપણ રશિયાના નાગરિકનું મોત નથી થયું.

(10:34 AM IST)