હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇઝરાયલનો ગાઝામાં મોટો હુમલોઃ ૨૭ના મોતઃ યુદ્ધવિરામ જોખમમાં
યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ઇઝરાયલે વારંવાર હમાસના સ્થળો પર હુમલો કર્યો છે, જેમાં ૨૮૦ થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે

તેલ અવીવ તા.૨૦: ગયા મહિને ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ જોખમમાં છે. ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સી અનુસાર બુધવારે ઇઝરાયલી હુમલામાં ગાઝામાં ૨૭ લોકો માર્યા ગયા. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તે ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યો પર હુમલો કરી રહી છે. હમાસ-નિયંત્રિત નાગરિક સંરક્ષણ એજન્સીએ ખ્જ્ભ્ ને જણાવ્યું કે ઇઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝા શહેરમાં ૧૨ લોકો અને દક્ષિણ ખાન યુનિસ વિસ્તારમાં ૧૦ લોકો માર્યા ગયા.
ઇઝરાયલી સૈન્યએ એક નિવેદનમાં કહ્યું કે જ્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો ત્યારે સૈનિકો દક્ષિણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતા. ઇઝરાયલી સૈન્ય (IDF) એ આને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન ગણાવ્યું. જવાબમાં, IDF એ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર હુમલો કર્યો. અમેરિકાની મધ્યસ્થી હેઠળ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ૧૦ ઓક્ટોબરથી યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો અને નોંધપાત્ર તણાવ છતાં તે યથાવત છે.
ગાઝામાં હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ઇઝરાયલે વારંવાર હમાસના સ્થળો પર હુમલો કર્યો છે, જેમાં ૨૮૦ થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે. યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી બુધવારના હુમલાઓ આ પ્રદેશમાં સૌથી ઘાતક હતા. ૨૯ ઓક્ટોબરના રોજ સૌથી વધુ મૃત્યુ, ૧૦૦, નોંધાયા હતા, જ્યારે ઇઝરાયલી હુમલાઓમાં ૧૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ૨૦-મુદ્દાની ગાઝા શાંતિ યોજના હેઠળ થયો હતો. તેમાં તમામ ૪૮ ઇઝરાયલી બંધકો (જીવિત અને મૃત બંને) ને ઇઝરાયલ પરત કરવાનો સમાવેશ થાય છે. ઇઝરાયલે બધા બંધકોને જીવંત પ્રાપ્ત કર્યા છે, જ્યારે ફક્ત ત્રણ મૃતદેહો બાકી છે. જો કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની શાંતિ યોજનાના બીજા તબક્કાના અમલીકરણ અંગે હજુ સુધી કોઈ કરાર થયો નથી. આમાં ગાઝાનું નિયંત્રણ હમાસ પાસેથી એક સંક્રમણકારી સત્તાને સોંપવું, જૂથનું નિઃશષાીકરણ અને આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળની તૈનાતીનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાજેતરમાં ટ્રમ્પના પ્રસ્તાવને મંજૂરી આપી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
