હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૫

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬
દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક છે ભોગી. ભોગી કહે છે ラ જે થઈ રહ્યું છે તે વધુ પ્રમાણમાં સંભવે. અને એક છે યોગી. યોગી કહે છેラજે થઈ રહ્યું છે તે તદ્દન ન સંભવે. આ બન્ને પ્રકારના લોકો સંઘર્ષમાં રત છે. ભોગી કહે છેラસો વર્ષ જીવી શકું તેમ છું તો બસો વર્ષ જીવું. એક સ્ત્રી મારી પાસે છે તો હજાર હોય. મારી પાસે કરોડ રૂપિયા છે તો સો કરોડ થાય. ભોગી અને યોગી એમ માને છે કે - જીવન જાણે તેમને પૂછીને ચાલી રહ્યું છે, તેમની અનુમતિથી ચાલી રહ્યું છે. તેમની આકાંક્ષાથી બધું ચાલી રહ્યું છે. બન્ને જણાની આ ભ્રાંતિ એક જ છે, સમાન છે. યોગી અને ભોગી બન્ને એકબીજાથી વિપરીત, એકબીજા પ્રત્યે પીઠ કરીને ઊભા છે. આ એક ખૂબ નવાઈની વાત છે- અહીં ભોગ પણ ધન દ્વારા મપાય છે, તેમ જ અહીં ત્યાગ પણ ધન દ્વારા જ મપાય છે. જો તમે કોઈને પ્રતિષ્ઠા આપો છો તો તે ધનને કારણે જ.અને જો તમે ત્યાગીને પ્રતિષ્ઠા આપો છો તે પણ ધનના ત્યાગને કારણે જ જાણે સર્વત્ર ધનની જ પ્રતિષ્ઠા છે. જાણે ધન જ અંતિમ માપદંડ છે. તે સિવાય આપણી પાસે કોઇ માપદંડ જ નથી.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
