<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

વેનેઝુએલાના પૂર્વીય ક્ષેત્રના તેલ પ્રોજેક્ટમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી

અચાનક થયેલા પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતાં અફરાતફરી: સ્થળ પર આગ નિયંત્રણ અને તપાસની કામગીરી ચાલુ

વેનેઝુએલાના પૂર્વીય વિસ્તારમાં આવેલા તેલ પ્રોજેક્ટમાં અચાનક થયેલા પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટ પછી પ્રોજેક્ટ પર કામ કરી રહેલા કામદારોને તરત જ સુરક્ષિત સ્થળે ખસેડીને રેસ્ક્યૂ કરવામાં આવ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની કે ઇજાના અહેવાલ સામે આવ્યા નથી, જેના કારણે મોટી દુર્ઘટનાથી બચી જવામાં સફળતા મળી છે.

(11:42 AM IST)