હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફિઝિક્સવાલાએ રોકાણકારોનું ગણિત બગાડયું! માત્ર ત્રણ જ દિવસમાં ૮૬૦૦ કરોડથી વધુનું નુકસાન
BSE પર કંપનીના શેર ૧૧% સુધી ઘટીને રૂ.૧૨૭.૮૦ રૂપિયાના સ્તરે પહોંચી ગયા

મુંબઈ, તા.૨૦: ફિઝિક્સવાલા ના શેરની શેરબજારમાં ધમાકેદાર શરૂઆત બાદ હવે તેમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે BSE પર કંપનીના શેર ૧૧% સુધી ઘટીને રૂ.૧૨૭.૮૦ રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા, જે તેનો અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ છે. આ સાથે જ કંપનીનું માર્કેટ કેપ લગભગ ૩૬,૦૦૦ કરોડ રૂપિયા રહી ગયું છે. એક રિપોર્ટ મુજબ, માત્ર ત્રણ જ દિવસમાં કંપનીને ૮૬૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન વેઠવું પડ્યું છે. આ અચાનક થયેલા ઘટાડાએ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે.
ફિઝિક્સવાલાના શેર ૧૮ નવેમ્બરે NSE પર ૧૪૫ રૂપિયા અને BSE પર ૧૪૩.૧૦ રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા. જે IPO પ્રાઈઝ (૧૦૯ રૂપિયા) કરતાં લગભગ ૩૩%નો ઉછાળો હતો. લિસ્ટિંગના દિવસે જ શેર વધુ ઉછળ્યા અને ૧૫૬.૪૯ રૂપિયા પર બંધ થયા, જે IPO કિંમત કરતાં લગભગ ૪૪% તેજીને દર્શાવે છે. પરંતુ આ તેજી ખૂબ જ ટૂંક સમયમાં ખતમ થઈ ગઈ. બીજા ટ્રેડિંગ દિવસે જ શેર લગભગ ૧૧% ઘટીને ૧૩૮.૫૪ રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. દિવસના અંતે તે ૮% ઘટીને ૧૪૩.૨૮ રૂપિયા પર બંધ થયા. ગુરુવારે આ વેચવાલી વધુ તેજ બની અને શેર ૯%થી વધુ ઘટી ગયા.
જોકે, આ ઘટાડો છતાં પણ શેર હજુ પણ IPO કિંમત કરતાં ૨૦%થી વધુ ઉપર છે. લિસ્ટિંગના દિવસે તેના ઉચ્ચતમ સ્તરે ફિઝિક્સવાલાની માર્કેટ વેલ્યૂ લગભગ ૪૬,૩૦૦ કરોડ રૂપિયા હતી. હવે તે લગભગ ૩૬૦૦૦ કરોડ પર પહોંચી ગઈ છે. ૩ દિવસમાં આવેલા આ લગભગ ૮૬૦૦ કરોડના ભારે ઘટાડાનું મુખ્ય કારણ પ્રોફિટ બુકિંગ, વેલ્યુએશનને લઈને ચિંતા અને નવા યુગની લિસ્ટિંગમાં વ્યાપક સાવધાનીના કારણે આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
